દાહોદ જિલ્લાના પીપલોદ મુકામે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ દ્વારા નવીન પંચાયત નું ખાતમુહૂર્ત  કરવામાં આવ્યું

દાહોદ જિલ્લાના પીપલોદ ગામે નવીન પંચાયત નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમાં ગુજરાત રાજ્યના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તથા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રાજેશ ભાઈ પરમાર, દેવગઢ બારીયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અમરસિંહ રાઠવા સાહેબ ,દેવગઢબારિયા એપીએમસી ચેરમેન શ્રી ભરતભાઈ, દેવગઢબારિયા ભાજપ પ્રમુખ મુકેશભાઇ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા

આવેલ મહેમાનોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવી તથા સાલ ઓઢાડવામાં આવી હતી
જેમાં ગુજરાત રાજ્યના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સાહેબે જણાવ્યું કે નવીન પંચાયત ઓફિસ માટે ૨૩ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ને હા પંચાયત નું કામ ચાર મહિનામાં કામ પૂરું કરવામાં આવશે . અંતમાં તલાટી સાહેબ દ્વારા આભાર વિધિ કરવામાં આવી

Related posts

Leave a Comment