આટકોટની કે.ડી.પરવાડીયા હોસ્પિટલમાં 26 વર્ષીય યુવતીના પેટમાંથી 10કિલોની ગાંઠનું સફળતા પુર્વક ઇમરજન્સીમાં ઓપરેશન કરાયું

હિન્દ ન્યુઝ, જસદણ           કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં 26 વર્ષની યુવતીને છેલ્લા 6 મહિનાથી પેટમાં ગાંઠ હોવાના લીધે પીડાહતી. પરંતુ ઘણી હોસ્પિટલમાં તપાસ કરાવી બાદ જટિલ ઓપરેશન હોવાથી રાજકોટ કે અમદાવાદ જવા સલાહ આપેલી. ત્યાર બાદ દર્દી આ હોસ્પિટલ સારવાર માટે આવેલ. જરૂરિયાતના રિપોર્ટ બાદ આટકોટની કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના MS સર્જન ડોક્ટર જેમીન ક્લોલા તેમની ટીમ તેમજ એનેસ્થેટીક ડો. જયદીપ સંઘાણી તેમજ હોસ્પિટલનાં એડમિનિસ્ટ્રેટર એવી ઉર્જા સંગ્રહ ડો.નવનીત બોદર તેમના આસિસ્ટન્ટની મદદથી આયુષ્માન ભારત યોજના હેઠળ યુવતીનું ઓપશન અતિ આધુનિક સાધનો ની મદદથી સફળતા…

Read More

ભાવનગરમાં સમરસ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓની ક્રિકેટ ટુર્નામેન્ટમાં “સમરસ વોરિયર્સ ટીમ” વિજેતા

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગાંધીનગર હસ્તકની સમરસ કુમાર છાત્રાલય ભાવનગરમાં “પેડેક ગ્રાઉન્ડ” ખાતે “ક્રિકેટ ટુર્નામેન્ટ”નું એમ.કે.યુનિ. કેમ્પસમાં આયોજન કરવામાં આવેલ હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં (૧)સમરસ ફિનિક્સ (૨)સમરસ ઇગલ (૩)સમરસ વોરિયર્સ (૪)સમરસ સ્ટ્રાઇક્ર્સ આમ કુલ ચાર ટીમો ભાગ લીધો હતો. જેમાં સમરસ વોરિયર્સ અને સમરસ સ્ટ્રાઇક્ર્સ વિજેતા બનતા બંને ટીમની વચ્ચે ફાઇનલ મેચ યોજાઇ હતી. ગાઈનલ મેચમાં સમરસ વોરિયર્સ ટીમ ફાઇનલ મેચમાં સામેની ટીમને ૩૭ રનથી હરાવી વિજેતા બની હતી. જેમાં વિજેતા ટીમના ખેલાડી બળવંત બારૈયા ને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સમરસ કુમાર છાત્રાલય…

Read More

રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસે તા. ૨૩ મે ના રોજ જાંબાળા ગામે લોકડાયરાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસે તા. ૨૩ મે ના રોજ શિહોરના જાંબાળા ગામે લોકડાયરો યોજાશે. આ તકે તા. ૨૩/૫/૨૩ ના રોજ મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના ૬૩ માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભવ્ય રંગ કસુંબલ લોકડાયરાનું આયોજન મંગળવારે રાત્રિના ૮ વાગ્યે કરવામાં આવ્યું છે. આ લોક ડાયરામાં અનેક કલાકારો રમઝટ બોલાવશે તો સાથોસાથ સંસદ સભ્ય અને ધારાસભ્યઓ તેમજ રાજકીય સામાજીક આગેવાનો સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેશે.

Read More

ભાવનગર જિલ્લા માહિતી કચેરી ખાતે “કારકિર્દી માર્ગદર્શન -૨૦૨૩” ઉપલબ્ધ

હિન્દ ન્યુઝ,  ભાવનગર ઘો-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી વિશે યોગ્ય માર્ગદર્શન મળી રહે અને આગળ અભ્યાસર્થે પોતાના અનુરૂપ યોગ્ય દિશા પસંદ કરી શકે તે બાબતે મદદરૂપ થતું અતિ ઉપયોગી પુસ્તક “કારકિર્દી માર્ગદર્શન-૨૦૨૩” ભાવનગર જિલ્લા માહિતી કચેરી ખાતે વેચાણ અર્થે ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે માટે જરૂરી કારકિર્દી માર્ગદર્શનને લગતું પુસ્તક અતિ ઉપયોગી છે વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે તે માટે ખાસ તૈયાર કરવામાં આવેલા કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૩માં ઘોરણ-૧૦ અને ઘોરણ-૧૨ પછીના વિવિધ ક્ષેત્રોના અભ્યાસક્રમો, મોટીવેશનલ લેખોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલો છે જેનો મહત્તમ વાલીઓ તથા…

Read More

હાલ અમલમાં રહેલી એડવાન્સ વેરા વસૂલાત વળતર યોજના અને વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમનો લાભ લેવા લોકોને મેયર ડૉ. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર આનંદ પટેલનો અનુરોધ

હિન્દ ન્યુઝ, રાજકોટ             રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪નો મિલકત વેરો તેમજ અગાઉનો બાકી વેરો સ્વીકારવામાં આવી રહ્યા છે. નિયમિત કરદાતાઓનાં લાભાર્થે એડવાન્સ મિલકત વેરા વાસૂલાત વળતર યોજનાનો અનેક લોકો લાભ લઇ રહ્યા છે, જ્યારે અગાઉનો બાકી વેરો ચૂકવવાનો બાકી છે તેવા કરદાતાઓ માટે બાકી વેરાની રકમ પર ચડતું વ્યાજ બંધ થઇ જાય તે પ્રકારના લાભ સાથેની વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ પણ અમલમાં છે અને તેમાં પણ અનેક લોકો લાભ લઇ રહ્યા છે. સાથોસાથ જે કરદાતાઓનો વેરો લાંબા સમયથી ચુકવવાનો છે તેઓ સામે નિયમ…

Read More

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા TFC ભવન ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જનસેવાના કાર્યો અવિરત પણ કરવામાં આવે છે. આવનાર યાત્રીઓ અને સ્થાનિકોને સ્વાસ્થય સેવાઓનો નિશુલ્ક લાભ મળે તેના માટે ટ્રસ્ટ નિયમિત રૂપે આરોગ્ય કેમ્પ યોજે છે. તા.21 ના રોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સોમનાથ ટ્રસ્ટના યાત્રી સુવિધા ભવન (TFC) ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.  સવારે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાહેબ તેમજ કેમ્પમાં જોડાયેલી આરોગ્ય સંસ્થાઓના તબીબો દ્વારા દીપ પ્રાગટ્ય કરી મેડિકલ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેનો કુલ 153…

Read More