હિન્દ ન્યુઝ, ભાવનગર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આગામી તા.૧૨/૦૫/૨૦૨૩ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર મુકામે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર EWS આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે તે કાર્યક્રમમાં વીજાણુનું માધ્યમથી ભાવનગર તરસમિયા આવાસ યોજનાના સ્થળેથી જોડવાનું હોઈ તેની તૈયારીઓની જિલ્લા કલેકટર આર. કે. મહેતા દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં EWS આવસોનો લોકાર્પણ સમારોહ તા. ૧૨/૫/૨૩ ને શુક્રવારે સવારે ૧૧ વાગ્યે શેત્રુંજય રેસિડેન્સી-૩, ભરતનગર અર્બન પોલીસ સ્ટેશનની પાસે, તરસમીયા ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન ભાવનગરના લાભાર્થીઓ સાથે ઓનલાઇન સંવાદ કરશે જેથી આ…
Read MoreDay: May 11, 2023
આજી નદીમાં સ્થગિત પાણીને કારણે મેલેરિયા યોજના દ્વારા ગાંડીવેલ કાઢવાની કામગીરી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આજી નદીમાં સ્થગિત પાણીને કારણે ગાંડીવેલનો ઉ૫દ્રવ છે. ગાંડીવેલને કારણે નદીકાંઠાના વિસ્તારમાં કયુલેક્ષ મચ્છરોનો ઉ૫દ્રવ રહે છે. કયુલેક્ષ મચ્છર મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગ ફેલાવતા નથી. ૫રંતુ કયુલેક્ષ મચ્છરની ઘનતા વઘવાને કારણે નદીકાંઠાના વિસ્તારમાં ન્યુસન્સ મચ્છર તરીકે ઓળખાતા આ મચ્છરના ઉ૫દ્રવની ફરિયાદ વધુ રહે છે. હાલ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાની શહેરી મેલેરિયા યોજના દ્વારા ગાંડીવેલ કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઉકત કામગીરી અન્વયે આજરોજ તા.૧૧/૫/૨૦૨૩ના રોજ માન. ડે. મેયર કંચનબેન સિઘ્ઘપુરા ઘ્વારા ગાંડીવેલ કાઢવાની કામગીરીની રૂબરૂ મુલાકાત લઇ…
Read Moreદર વર્ષ ૧૬ મે ને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા – આરોગ્ય શાખા દ્વારા ૧૬ મે, ‘’રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ’’ અંતર્ગત જનજાગૃતિ અંગે કાર્યક્રમ વર્ષ ર૦ર૩ ની થીમ ‘’Harness partnership to defeat Dengue : ડેન્ગ્યુ અટકાવવા સહભાગી બનીએ ૨૧૮ સ્થળોએ પોસ્ટર લગાડવામાં આવ્યા તથા ૩૦૧૮ પત્રિકા વિતરણ ૩૪ મુખ્ય સ્થળો સહિત ૨૧ સોસાયટીમાં ૫૪૭ ઘરોમાં પોરાભક્ષક માછલી મુકવાની કામગીરી કરવામાં આવેલ છે. દર વર્ષ ૧૬ મે ને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકારના આરોગ્ય અને ૫રિવાર કલ્યાણ મંત્રાલય ઘ્વારા ડેન્ગ્યુ રોગ વિશે જાગૃતિ ફેલાવવા તથા તેના નિયંત્રણ ૫ગલાને સઘન બનાવવા માટે ૧૬ મે ને રાષ્ટ્રીય ડેન્ગ્યુ…
Read Moreઉનાળામાં ઉંચા તાપમાન વખતે શું કાળજી રાખવી ?
હિન્દ ન્યુઝ, રાજકોટ ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા માટે શહેરીજનોને માહિતી જાહેર કરતી મનપાની આરોગ્ય શાખા વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે. દર વર્ષે દિવસના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન સ્ટ્રોક)નાં કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ પણ સાબીત થઈ શકે છે. લુ લાગવા (સન સ્ટ્રોક)નાં કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખુબ જ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉચું હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે, જે બાબત વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરીત અસરો…
Read More“અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ હેઠળ તાપી જિલ્લાના કુલ-11891 આવાસોનું ખાતમુહુર્ત તથા 147 આવાસોનું લોકાર્પણ થશે
હિન્દ ન્યુઝ, તાપી આગામી તા.૧૨-૦૫-૨૦૨૩ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસો અને અન્ય વિભાગો દ્વારા બનાવવામાં આવેલ આવાસોના ઇ-લોકાર્પણ, ખાતમુહુર્તનો કાર્યક્રમ મહાત્મા મંદીર, ગાંધીનગર ખાતે યોજાનાર છે. જે અંતર્ગત સાત જિલ્લાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી ટુ વે કનેક્ટીવીટીથી જોડાઇ લાભાર્થી સાથે સંવાદ કરનાર છે. આ સાત જિલ્લાઓ પૈકી એક તાપી જિલ્લા વાલોડ તાલુકાના દેગામા ગામના પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) યોજનાના લાભાર્થી દંપતિ અંજુબેન આહીર અને જયેશભાઇ આહીર આ સંવાદમાં જોડાનાર છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામા ગામના રહેવાસી અંજુબેન આહિરે પોતાના નવા…
Read Moreભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે સાયન્સ સમર કેમ્પ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના નારી ગામ પાસે આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) ના માર્ગદર્શન હેઠળ સાયન્સ સમર કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ કરતા કરતા ગણિત, વિજ્ઞાન, એન્જીનીયરિંગ ક્ષેત્રે જ્ઞાન મેળવી વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાનમાં વધારો કરી શકશે. કુલ ત્રણ સમર કેમ્પનું આયોજન કરવામાં આવશે જેમાં પ્રથમ કેમ્પ ૧૭-૧૯ મે ૨૦૨૩, બીજો કેમ્પ ૨૪-૨૬ મે ૨૦૨૩ અને ત્રીજો કેમ્પ ૩૧ મે થી ૨ જુન ૨૦૨૩ દરમ્યાન યોજવામાં આવશે. દરેક કેમ્પ ત્રણ દિવસનો રહેશે જેમાં સમર કેમ્પમાં ભાગ લેનાર વિદ્યાર્થીએ…
Read More