આજી નદીમાં સ્થગિત પાણીને કારણે મેલેરિયા યોજના દ્વારા ગાંડીવેલ કાઢવાની કામગીરી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ

            રાજકોટ મહાનગરપાલિકા વિસ્‍તારમાં આવેલ આજી નદીમાં સ્થગિત પાણીને કારણે ગાંડીવેલનો ઉ૫દ્રવ છે. ગાંડીવેલને કારણે નદીકાંઠાના વિસ્‍તારમાં કયુલેક્ષ મચ્‍છરોનો ઉ૫દ્રવ રહે છે. કયુલેક્ષ મચ્‍છર મેલેરિયા, ડેન્‍ગ્‍યુ જેવા રોગ ફેલાવતા નથી. ૫રંતુ કયુલેક્ષ મચ્‍છરની ઘનતા વઘવાને કારણે નદીકાંઠાના વિસ્‍તારમાં ન્‍યુસન્‍સ મચ્‍છર તરીકે ઓળખાતા આ મચ્‍છરના ઉ૫દ્રવની ફરિયાદ વધુ રહે છે. હાલ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાની શહેરી મેલેરિયા યોજના દ્વારા ગાંડીવેલ કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ઉકત કામગીરી અન્‍વયે આજરોજ તા.૧૧/૫/૨૦૨૩ના રોજ માન. ડે. મેયર કંચનબેન સિઘ્ઘપુરા ઘ્‍વારા ગાંડીવેલ કાઢવાની કામગીરીની રૂબરૂ મુલાકાત લઇ મચ્છર ઉપદ્રવ અટકાવવા કામગીરી કરવા તથા કચરા નિકાલ અંગેની કામગીરી માટે લગત શાખાને જરૂરી સુચનાઆ૫વામાં આવેલ.

આજ રોજ નાળોદાનગર બેઠા પુલ પાસે આજીનદીમાં વેલ કાઢવાની કામગીરી કરવામાં આવેલ જેમાં મેલેરિયા શાખાના ૩ સુ૫રવાઇઝર સહિત ૧૬ કર્મચારીઓ ઘ્વારા આ કામગીરી કરવામાં આવેલ. ગાંડીવેલના નિકાલ બાદ પોરાના નાશ માટે દવા છંટકાવની કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

Leave a Comment