દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મામલતદાર કચેરી એ કોરોના નો દસ્તક

હિન્દ ન્યૂઝ, દેવગઢ બારિયા

દેવગઢ બારિયા મામલતદાર કચેરી માં નાયબ મામલતદાર મોદી હીરલબેન નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા મામલતદાર કચેરી બંધ કરી દેવામાં આવી હતી. સેનેટાઈ‌જર ની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત્ રોજ તેમના પતિ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. નાયબ મામલતદાર નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા દેવગઢ બારિયા નગરમાં ભયનો માહોલ છવાયો હતો.

રિપોર્ટર : ફેઝાન મફત, દેવગઢ બારિયા

Related posts

Leave a Comment