રાજકોટ શહેરમાં બપોર સુધીમાં ૪૭ કેસ નોંધાયા છે. અને ૨૪ કલાકમાં રેકોડબ્રેક ૩૯ લોકોના કોરોનાથી મોત થયા છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ

તા.૧૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના ૩૧, ગ્રામ્યના ૩ અને અન્ય જીલ્લાના ૫ દર્દીના મોત થયા છે. કોરોના મૃત્યુ અંગેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. જ્યારે શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૪૫૦૦ ને પાર પહોંચી ગઈ છે. શહેરમાં અત્યાર સુધીમાં ૪૫૮૫ કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધીમાં શહેરમાંથી ૨૯૦૧ દર્દીઓ સારવાર દરમિયાન સાજા થતા ઘરે પરત ફર્યા છે. આ સાથે રીકવરી રેટ વધીને ૬૩.૯૨% થયો છે. જયારે પોઝિટિવિટી રેટ ૩.૩૩% થયો છે. રાજકોટ મ્યુનીસીપલ વિભાગના જણાવ્યા અનુસાર ૧૩,૬૦૧૮ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જયારે ગઈ કાલે એટલે ૧૪ સપ્ટેમ્બરના રોજ ૬૬૯૮ ટેસ્ટમાં સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી બપોર સુધીમાં ૪૭ કેસ મળી આવ્યા છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment