હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોની શારીરિક-માનસિક સુખાકારી અને પર્યાવરણની સુરક્ષાને વધુ મજબૂત કરવાના હેતુથી, ચ-0 સર્કલ પાસે સેક્ટર-1 ખાતે અદ્યતન ઓક્સિજન પાર્કનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ના વરદહસ્તે તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું.
આ આધુનિક ગાર્ડનમાં તમામ વયજૂથના નાગરિકો માટે સુવ્યવસ્થિત વોક-વે, યોગા સ્પેસ, ઓપન જીમ, આકર્ષક બેઠક વ્યવસ્થા અને બાળકો માટે ખાસ કિડ્સ પ્લે એરિયા જેવી શ્રેષ્ઠ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. મહિલાઓ, બાળકો અને વડીલોની સુરક્ષા માટે સમગ્ર પરિસરને CCTV કેમેરાથી સજ્જ કરાયું છે.
