હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગાંધીનગરના નાગરિકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વધુ સુદ્રઢ બનાવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એક અદભુત ભેટ આપવામાં આવી છે. દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદ હસ્તે સેક્ટર-૨૫ અને સરગાસણ ખાતે નવનિર્મિત આધુનિક યોગ સ્ટુડિયોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે.
રૂ. ૨.૯૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા આ સ્માર્ટ યોગ હોલના કારણે અંદાજે ૨,૦૦૦થી વધુ નાગરિકોને સીધો લાભ મળશે અને “ફિટ ઇન્ડિયા” અભિયાનને એક નવો વેગ મળશે. 🚀
✨ આ આધુનિક વેલનેસ સેન્ટરની ખાસિયતો:
🌦️ ઓલ-વેધર ઇન્ડોર હોલ: ઋતુગત ફેરફારોથી મુક્ત, બારેય મહિના ઉપયોગી અને વિશિષ્ટ ફ્લોરિંગ.
🎵 ધ્યાન અને એકાગ્રતા: માનસિક શાંતિ માટે અનુકૂળ લાઇટિંગ અને અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ.
🌳 આહલાદક વાતાવરણ: સ્ટુડિયોની આસપાસ સુંદર લેન્ડસ્કેપિંગ અને ગ્રીનરી.
🚻 અદ્યતન સુવિધાઓ: સ્ત્રી-પુરુષો માટે અલગ ચેન્જિંગ રૂમ, શૌચાલય, શુદ્ધ પીવાનું પાણી અને યોગ પ્રશિક્ષકો માટે વહીવટી ખંડ.
આ કેન્દ્રો માત્ર દૈનિક યોગાભ્યાસ પૂરતા મર્યાદિત ન રહેતા, આગામી સમયમાં વેલનેસ વર્કશોપ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી માટેના સામુદાયિક કેન્દ્રો તરીકે ઉપયોગી સાબિત થશે.
ગાંધીનગર મહાનગરપાલિકા સ્માર્ટ સિટી અંતર્ગત ભૌતિક વિકાસની સાથે-સાથે નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી (Happiness Index) માટે પણ સતત કટિબદ્ધ છે.
