દર વર્ષ ૧૬ મે ને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા – આરોગ્ય શાખા દ્વારા ૧૬ મે, ‘’રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ’’ અંતર્ગત જનજાગૃતિ અંગે કાર્યક્રમ

વર્ષ ર૦ર૩ ની થીમ ‘’Harness partnership to defeat Dengue : ડેન્ગ્યુ અટકાવવા સહભાગી બનીએ

૨૧૮ સ્થળોએ પોસ્ટર લગાડવામાં આવ્યા તથા ૩૦૧૮ પત્રિકા વિતરણ

૩૪ મુખ્ય સ્થળો સહિત ૨૧ સોસાયટીમાં ૫૪૭ ઘરોમાં પોરાભક્ષક માછલી મુકવાની કામગીરી કરવામાં આવેલ છે.

દર વર્ષ ૧૬ મે ને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકારના આરોગ્ય અને ૫રિવાર કલ્યાણ મંત્રાલય ઘ્વારા ડેન્ગ્યુ રોગ વિશે જાગૃતિ ફેલાવવા તથા તેના નિયંત્રણ ૫ગલાને સઘન બનાવવા માટે ૧૬ મે ને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવાય છે.

આ વર્ષની થીમ છે ‘’ Harness partnership to defeat Dengue : ડેન્ગ્યુ અટકાવવા સહભાગી બનીએ”  એટલે કે ડેન્ગ્યુ રોગ નિયંત્રણ માટે તમામ કક્ષાએથી જનસમુદાયનો સહયોગ અત્યંત આવશ્યક છે. જનસમુદાયની ભાગીદારી જરૂરી છે.

ડેન્ગ્યુ એ વાઇરસથી થતો તથા એડીસ મચ્છર ઘ્વારા ફેલાતો રોગ છે. એડીસ મચ્છર દિવસે કરડે છે. ડેન્ગ્યુના લક્ષણો : તાવ શરીર કળતર, ઉલ્ટી ઉબકા, માથુ દુખવું વગેરે છે. સામાન્ય રીતે ડેન્ગ્યુના લક્ષણો ર થી ૭ દિવસ રહે છે. ડેન્ગ્યુથી પ્રભાવિત મોટાભાગના લોકો લગભગ એક અઠવાડિયા ૫છી સ્વસ્થ થઇ જાય છે. ૫રંતુ જાતે દવા ન લેતા ડોકટરને બતાવવું હિતાવહ છે.

આરોગ્ય શાખા ઘ્વારા લોકોને ડેન્ગ્યુ વિષયક માહિતી આ૫વા તથા ડેન્ગ્યુ નિયંત્રણ અર્થે ૧૬ મે, ‘’રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ’’ અંતર્ગત વિવિઘ કાર્યક્રમોનું આયોજન કરેલ છે. જેમાં તા.૯/૦૫/૨૦૨૩ ના રોજ જાહેરસ્થળોએ ડેન્ગ્યુ વિષયક માહિતી આ૫તા પોસ્ટર લગાડવામાં આવેલ તથા પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ.

જેમાં મુખ્ય …..

  • સ્ટલીંગ હોસ્પિટલ – ૧૫૦ ફુટ રીંગ રોડ,
  • સદભાવના હોસ્પિટલ – ૧૫૦ ફુટ રીંગ રોડ,
  • સ્વામી નારાયણ મંદિર,
  • કે. કે. વી હોલ ચોક,
  • રીલાઇન્સ મોલ,
  • સ્માર્ટ બજાર (બીગબજાર)
  • હરીવંદના કોલેજ,
  • આદિત્ય બોયઝ હોસ્ટેલ,
  • આત્મીય હોસ્ટેલ,  
  • મોદી સ્કુલ – ૧૫૦ ફુટ રીંગ રોડ,
  • સેટમેરી સ્કુલ,
  • વોકર્હાટ હોસ્પીટલ,
  • કિસ્ટલ મોલ,
  • કેન્દ્રીય વિદ્યાલય,
  • આત્મીય કોલેજ,
  • ટ્રીનીટી હોસ્પિટલ,
  • પાઠક સ્કુલ – બાલાજી હોલ,
  • ઘોળકીયા સ્કુલ – બાલાજી હોલ,
  • મોદી સ્કુલ – જીવરાજ પાર્ક મુખ્ય માર્ગ,
  • લાઇફલાઇન હોસ્પીટલ – ઓમનગર,
  • સ્ટાર સીનર્જી હોસ્પીટલ,
  • જલેશ્વર મહાદેવ,
  • ડી-માર્ટ મોલ – કુવાડવા રોડ,
  • ઘોળકીયા સ્કુલ – મોરબી રોડ,
  • સદગુરૂ આશ્રમ – કુવાડવા રોડ,
  • પ્રદયુમન પાર્ક,
  • આનંદ / બેબીકેર હોસ્પિટલ,
  • સરદાર પટેલ સ્કુલ – સંતકબીર રોડ,
  • ગોપાલ ડેરી,
  • વીમાનું દવાખાનું,
  • આજીડેમ ચોકડી,
  • હરિ ઓમ વિદ્યાલય,
  • ડી માર્ટ – વિનોદનગર,
  • સ્વામીનારાયણ મંદિર – વિનોદનગર ,
  • સીવીલ હોસ્પીટલ – હોસ્પિટલ ચોક,
  • બાલભવન ગેટ – રેસકોર્ષ પાર્ક,
  • એરપોર્ટ રોડ ગેટ – એરપોર્ટ રોડ,
  • એચ.સી.જી. હોસ્પીટલ – ૧૫૦ ફુટ રીંગ રોડ
  • સીનર્જી હોસ્પીટલ – ૧૫૦ ફુટ રીંગ રોડ,
  • ક્રાઇસ્ટ હોસ્પિટલ – માઘા૫ર ગામ,
  • સ્વામીનારાયણન મંદિર – જામનગર હાઇવે,
  • જયુબેલી શાક માર્કેટ – જયુબેલી ચોક,
  • જંકશન રેલ્વે સ્ટેશન – રેલ્વે સ્ટેશન જંકશન મે. રોડ,
  • જુની કલેકટર કચેરી – હોસ્પિટલ ચોક પાસે,
  • રામનાથર મહાદેવ મંદિર – રામનાથ ઘાટ પાસે,
  • રામનાથ૫રા મુકિતઘામ – રામનાથ૫રા,
  • મહાત્માગાંઘી મ્યુઝિયમ – જવાહર રોડ,
  • ડી માર્ટ – ગોંડલ રોડ,
  • પી.ડી.એમ. કોલેજ – ગોંડલ રોડ,
  • મામલતદાર કચેરી – અંબાજીકડવા મે. રોડ,
  • દોશી હોસ્પીટલ – દોશી મે. રોડ,
  • સ્વામીનારાયણ ચોક,
  • પટેલ કન્યા છાત્રાલય – ગોંડલ મે. રોડ,
  • પદમકુવરબા હોસ્પિટલ
  • જયનાથ હોસ્પિટલ – ભકિતનગર મે. રોડ,
  • ગાયત્રી મંદિર – આનંદનગર મે. રોડ,

સહિત કૂલ ૨૧૯ સ્થળોએ ડેન્ગ્યુના પોસ્ટર લગાડવામાં આવેલ તથા ૩૦૧૮ પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ.

તથા તા.૧૦/૦૫/૨૦૨૩ ના રોજ બાયોલોર્જીકલ કંટ્રોલ કામગીરી હેઠળ મચ્છરના પોરા ખાઇ જતી પોરાભક્ષક માછલી મુકવાની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ

     સોજીત્રાનગર પાણીનો ટાંકો,

     આર્ષ વિદ્યા મંદિર,

     નાગરીક બેંક – શિવ૫રા

     ગોતમબુઘ્ઘનગર નર્સરીમાં

     આમપાલી પ્રિન્ટ  – કુવાડવા રોડ,

     ફોર્જ એન્ડ ફોર્જ – કુવાડવા રોડ

     સુએજ પ્લાન્ટ કોઠારીયા – કોઠારીયા મે. રોડ,

     રેસકોર્ષ ગાર્ડન,

     જયુબેલી ગાર્ડન

     ક્રાઇસ્ટ હોસ્પિટલ

     એચ.સી.જી. હોસ્પિટલ

     રામનાથ૫રા મુકિતઘામ

     મામલતદાર કચેરી

     સોરઠીયાવાડી સર્કલના

જેવા ૩૪ મુખ્ય સ્થળો સહિત ૨૧ સોસાયટીમાં ૫૪૭ ઘરોમાં પોરાભક્ષક માછલી મુકવામાં આવેલ છે.

ડેન્ગ્યુથી બચવા મચ્છર ઉત્પતિ અટકાવવા લોકોએ આટલું જરૂર કરીએ.

(૧)   બિનજરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ.

(૨)   પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.

(૩)   ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ઘસીને સાફ કરીએ.

(૪)   પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ.

(૫)   અગાશી, છજજામાં જમા રહેતા વરસાદી પાણીનો નિકાલ કરીએ.

(૬)   છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણીનો નિકાલ કરીએ.

(૭) ડેન્‍ગ્‍યુનો મચ્‍છર દિવસે કરડતો હોવાથી દિવસ દરમ્‍યાન પુરૂ શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા.

ડેન્ગ્યુ નિયંત્રણમાં મહાનગરપાલિકાના પ્રયત્નોમાં સહકાર આપો.

‘’જયાં જયાં પાણી, ત્‍યાં ત્‍યાં પોરા, જયાં જયાં પોરા, ત્‍યાં ત્‍યાં મચ્‍છર, જયાં જયાં મચ્છર , ત્યાં ત્‍યાં ડેન્‍ગ્‍યુ‘

Related posts

Leave a Comment