જામનગર તેમજ બોલબાલા ચેરી.ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો

સર્વ રોગ નિદાન કેમ્પ હિન્દ ન્યુઝ, જામનગર        આજરોજ તા. ૨૮-૦૫-૨૦૨૩ ને રવિવારના રોજ રણજીત નગર પટેલ સમાજ પાસે સદગુરુદેવ શ્રી રણછોડદાસજી આશ્રમ જામનગર તેમજ બોલબાલા ચેરી.ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો સાથે આવનાર લાભાર્થીઓને આવી કાળઝાળ ગરમીમાં દુધ તેમજ ઠંડાપીણાનું પણ વિતરણ કરવામાં આવ્યું. જેમાં ફિઝીશિયેન ડો. જીતલ અગ્રાવત, હાડકાનાં ડો.આશિષ આચાર્ય, ડાયાબીટિસ ની તપાસ કરવા માટે ડો. શ્રીમતી અગ્રાવત સાથે બ્લડપ્રેશરની તપાસ કરનાર ડોકટરો પણ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં સેવા ભાવી વ્યક્તિઓએ ખૂબ સારી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો.

Read More

સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક ઇ.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત  સુરત જિલ્લાની રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક ઇ.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના રોડ સેફ્ટી એક્શન પ્લાન અંતર્ગત સર્વ સભ્યો દ્વારા આપવામાં આવેલ સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમન તેમજ જન જાગૃતિ અંતર્ગત ડિસ્ટ્રિકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા સુરત શહેર-જિલ્લામાં છેવાડાના માનવીઓ સુધી રોડ સેફ્ટી અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા, ફર્સ્ટ એડ પ્રાથમિક સારવાર અંગેની તાલીમ, ટ્રાફિક પોલીસ અને TRB માટેની રોડ સેફ્ટીની તાલીમ, રખડતા ઢોરના કારણે સાયકલચાલકો તેમજ વાહનચાલકોને રાત્રિ…

Read More

પ્રાકૃતિક ચુનાવાડી ગામે ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

હિન્દ ન્યુઝ, અમદાવાદ પ્રાકૃતિક સોંદર્ય અને પ્રકૃતિથી ભરપૂર એવા ચુનાવાડી ગામ માં 25 મે ૨૦૨૩ નાં રોજ ગુજરાત વિદ્યાપીઠ ,અમદાવાદ મિત્ર મંડળ દ્વારા સ્નેહ મિલન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ના EC મેમ્બર અને વીરપુર કોલેજ ના પ્રિન્સીપાલ ડો.જયંત ચૌધરી અને નિવૃત્ત પ્રો.ડો. કિશોર ચૌધરી અને ગામના પ્રથમ નાગરિક સરપંચ અને ભૂતપૂર્વ સરપંચ કૌશિકભાઈના અધ્યક્ષતામાં સ્નેહ મિલન યોજાયું જેમાં ગુજરાતની જુદીજુદી કોલેજ ના અધ્યાપકો , શિક્ષકો,અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારી/ કર્મચારી મિત્રો તેમજ ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી…

Read More

વલસાડના તીથલ બીચ પર મેંગો ફેસ્ટીવલમાં ૫૦ થી વધુ સ્ટોલ પર કેરીઓની સ્થાનિક તેમજ વિદેશી મળી ૧૧૩ જાતોનું પ્રદર્શન અને કેરી હરીફાઈ પણ થશે

હિન્દ ન્યુઝ, વલસાડ જિલ્લામાં ૩૫૦ ખેડૂતોનું Agricultural and Processed Food Products Export Development Authority (APEDA) હેઠળ રજિસ્ટ્રેશન કરાયું વલસાડ જિલ્લાની આબોહવા આંબા પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી કેરીના પાક માટે વલસાડ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અને આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ અંતર્ગત કેરી પાકનું મહત્વ વધારવા તેમજ સ્થાનિક ખેડૂતોને તેમની કેરીના સારા ભાવ મળી રહે તે હેતુથી તા. ૨૭ અને ૨૮ મે ના રોજ તીથલ બીચ પર મેંગો ફેસ્ટીવલ ૨૦૨૩નું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે તા. ૨૬ મેના રોજ વલસાડ…

Read More

૨૩ વર્ષીય પુત્રનું મૃત્યુ થતાં પિતાએ કરાવ્યું ત્વચાદાનઃ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ત્રીજું સ્કીન ડોનેશન

હિન્દ ન્યુઝ, રાજકોટ મૃત્યુ બાદ ચક્ષુદાન અને અન્ય અંગોના થતાં દાનની સાથે હવે ત્વચા દાન અંગે પણ જાગૃતિ આવી રહી છે. રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય (પી.ડી.યુ.) સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલી સ્કીન બેન્કમાં છેલ્લા ૩૦ દિવસમાં ત્રીજું સ્કીન ડોનેશન આવ્યું છે. આ અનુદાનિત ત્વચા અનેક દર્દીઓની પીડા ઘટાડવામાં મદદરૂપ થશે. સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. આર.એસ. ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે, જીત જેન્તીભાઈ ચુડાસમા (ઉ.૨૩)નું ૨૨મી મેના રોજ અવસાન થયું હતું. યુવાન પુત્રના મૃત્યુની કપરી ઘડીમાં પણ પિતા જેન્તીભાઈ ચુડાસમાએ સ્વર્ગસ્થ પુત્રનું અંગદાન કરવાનો નિર્ણય કરીને જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશભાઈ મહેતાનો સંપર્ક કર્યો હતો.…

Read More

ગોબરધન અર્થવ્યવસ્થા અને ભૂમિ સંરક્ષણ દેશી ગાયના સંવર્ધન થકી જ શક્ય બનશે – કેન્દ્રીય મંત્રી રૂપાલા

હિન્દ ન્યુઝ, રાજકોટ    મત્સ્ય અને પશુપાલન વિભાગના કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ આજે રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દેશના સૌ પ્રથમ ગૌ આધારિત વૈશ્વિક રોકાણ શિખર સંમેલન અને પ્રદર્શન – ‘‘ગૌ-ટેક ૨૦૨૩’’નો શુભારંભ કરાવ્યો હતો. આ તકે તેમણે કહ્યું હતું કે, “દૂધની જેમ ગોબર આધારિત ઈકોનોમી-ગોબરધન ઈકોનોમી વિકસી રહી છે. ગોબરધન અર્થવ્યવસ્થા અને ભૂમિ સંરક્ષણ દેશી ગાયના સંવર્ધન થકી જ શક્ય બનશે. સમગ્ર દુનિયામાં ધરતીની ફળદ્રુપતા ઘટી રહી છે,ત્યારે તેનું નિરાકરણ દેશી ગાયના ગોબર અને ગોમૂત્ર થકી જ શક્ય બનશે. સમગ્ર ધરતીને ફરીથી ઊર્જાવાન બનાવવા માટે દેશી ગાયના શરણે આવવું જ…

Read More

ડેડીયાપાડાની વિશેષ મુલાકાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, નર્મદા              વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાની ખાસ મુલાકાત લીધી હતી. ટુરિઝમ પ્લેસ તરીકે માલ-સામોટ ખાતે અનેકવિધ આકર્ષણના સ્થળો વિકસાવવાના ઉમદા આશય સાથેની તેમની આ ખાસ મુલાકાતમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, સીસીએફ શશીકુમાર, નાયબ વન સંરક્ષક નિરજ કુમાર સહિત જિલ્લાના અગ્રણી, અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે માલ-સામોટ ખાતે પ્રવાસનને વધુ વેગવાન બનાવવાની પ્રતિબદ્ધતા સાથે દેવીડુંગરનો રૂટ, ઇકો ટુરિઝમ નિનાઈ ધોધ વ્યુહ પોઈન્ટથી દેવીડુંગરના ટોપને નિહાળ્યો હતો. વિવિધ રૂટો પર જાત નિરિક્ષણ કરીને…

Read More