લાઠી તાલુકા ના દામનગર શહેર માં રાષ્ટ્રીય કાર્યક્રમ પોલિયો રવિવાર ની ઉજવણી

દામનગર,

દામનગર શહેર માં અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એચ. એફ. પટેલ સાહેબ, ડૉ. આર. કે. જાટ સાહેબ ની સૂચનાથી અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. આર. આર. મકવાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ દામનગર શહેર માં રાષ્ટ્રીય કાર્યક્રમ પોલિયો NID બાળ લકવા નાબૂદી દિવસ નું ૭ બુથ અને ૧૩ અલગ અલગ જગ્યા એ ઉદ્ઘાટન કરી ઉજવણી કરવામાં આવી. જેમાં દામનગર નગરપાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ હરેશભાઈ પરમાર, દામનગર શહેર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ નારોલા, પ્રતિષ્ઠિત અગ્રણી હિમાંશુભાઈ તન્ના ચિરાગભાઈ સોલંકી તેમજ આગેવાનો દ્વારા વિવિધ સ્થળે ઉદ્ઘાટન કરી ઉજવાની કરવામાં આવી,
તેમજ સમગ્ર કાર્યક્રમ મા દામનગર ના આરોગ્ય ના સ્ટાફ RBSK મેડીકલ ઓફીસર ડૉ. હિતેશ પરમાર, રણજિતભાઈ વેગડા, રાજ દીક્ષિત, પ્રિયકાંત ભટ્ટી, FHW પૂર્વીબેન પડાયા, તેમજ આશા બહેનો વિજયાબેન, ઈલાબેન, અને આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા મા આવ્યો.

Related posts

Leave a Comment