વેરાવળમાં ભૂલા પડેલા ૬૨ વર્ષીય વૃદ્ધ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧  અભયમ ટીમ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      વેરાવળ ૧૮૧ અભયમની ટીમે ૬૨ વર્ષીય વૃધ્ધ મહિલાનું તેના પરિવાર સાથે મિલન કરાવી સરાહનીય કામગીરી કરી હતી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાંથી એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧માં ફોન કરી એક ૬૨ વર્ષના વૃદ્ધ મહિલા એકલા છે એવું જણાવેલ. સાથે જ માહિતી આપી હતી કે તેમને ઘરે જવું છે. રાતનો સમય અને વૃદ્ધા એકલા હોવાથી ફરજ પર હાજર રહેલ કાઉન્સેલર મનીષા ધોળિયા, કોન્સ્ટેબલ દિવ્યાબેન તેમજ ડ્રાઈવર રમેશભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. જે પછી વૃદ્ધ મહિલાને મળી તેનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે વૃદ્ધા અને…

Read More

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય થયું G20 પ્રતિનિધી મંડળ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ભારતની જી૨૦ અધ્યક્ષતા હેઠળ દિવમાં તા.૧૮-૧૯ મે ૨૦૨૩ દરમિયાન G-20 અંતર્ગત સાયન્સ-20 મિટિંગનું આયોજન કરાયુ છે. આ તકે G20 સમિટ પ્રતિનિધિ મંડળના દેશ-પરદેશના મહેમાનોએ પ્રભાસતીર્થની મુલાકાત લઈ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરની ભવ્યતા, દિવ્યતા અને વ્યવસ્થાનો ઉત્તમ અનુભવ કરી તમામ મહેમાનો મંત્રમુગ્ધ થયા હતાં. સૌ પ્રથમ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાગત કક્ષ ખાતે અતિથિ દેવો ભવ:ની પરંપરા પ્રમાણે ઢોલ-શરણાઈથી ડેલિગેટ્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રતિનિધિ મંડળે ભારતીય સંસ્કૃતિની છબિ ઉજાગર કરતા ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ…

Read More

ભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે પ્રથમ ત્રિ-દિવસીય ‘સાયન્સ સમર કેમ્પ’ સંપન્ન

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર નારી ગામ પાસે આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર એસ સી), ભાવનગર ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) ના માર્ગદર્શન હેઠળ ધોરણ ૮ અને ૯ ના વિદ્યાર્થીઓ માટે ત્રણ રેસિડેન્શિયલ ‘સાયન્સ સમર કેમ્પ’ નું આયોજન કરવામાં આવ્યુ છે. તા. ૧૭-૧૯ મે ૨૦૨૩ દરમ્યાન પ્રથમ રેસિડેન્શિયલ ‘સાયન્સ સમર કેમ્પ’નું આયોજન થયું હતું. આ સમર કેમ્પમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ ત્રણ દિવસ અને બે રાત્રિ રોકાણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે જ કર્યુ હતું. જે અંતર્ગત તેમની રહેવાની વ્યવસ્થા આરએસસી દ્વારા કરવામાં આવી હતી.  ‘સાયન્સ સમર…

Read More

ભાવનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સમર કેમ્પ તા. ૨૧ થી ૩૦ મે સુધી યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ભાવનગરમાં તા. ૨૧.૦૫.૨૦૨૩ થી ૩૦.૦૫.૨૦૨૩ (દિન -૧૦) દરમ્યાન શહેરના અલગ અલગ સ્થળ પર યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.    નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩ ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકોમાં બાળપણથી જ યોગ, પ્રાણાયામ અને આસનોના માધ્યમથી બાળકોમાં સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુથી યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં ધો-૫ થી ધો-૧૦ (વય મર્યાદા ૯ વર્ષ થી ૧૫ વર્ષ) ના બાળકો માટે નિ:શુલ્ક યોગ સમર…

Read More

ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન અંતર્ગત જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન અંતર્ગત જિલ્લાકક્ષાએ કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ઈણાજ ખાતે બાળ સ્વરાજ પોર્ટલ પર એન્ટ્રી થયેલ બાળકોને દત્તક લઈ સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવા બાબતની મિટિંગ યોજાઈ હતી. જેમાં જિલ્લા બાળ સુરક્ષા કચેરી ગીર સોમનાથ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન બાબતે થયેલ કામગીરીની વિગતવાર ચર્ચા કરાઈ હતી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશનમાં એનસીપીસીઆર દ્વારા જાહેર કરેલી કુલ ત્રણ કેટેગરીની માહિતી આપવામાં આવી હતી. જેમાં કેટેગરી-3 અનુસાર બાળકો દિવસ દરમિયાન શેરીઓમાં ભટકતા હોય છે…

Read More

સોમનાથમાં આવીને G20ના વિદેશી ડેલિગેટ્સ એ મહાદેવના દર્શન કરી વિશ્વ શાંતિ માટે યજ્ઞમાં જોડાયા

હિન્દ ન્યુઝ, સોમનાથ      સમગ્ર વિશ્વ શાંતિમય અને સમૃદ્ધ ભવિષ્ય તરફ માર્ગદર્શન કરવા ભારત સામે મિટ માંડીને બેઠું છે. ત્યારે ભારત જી-20 સમૂહનું માર્ગદર્શન કરી રહ્યું છે. ભારત ભ્રમણ કરી રહેલ જી-20 સમૂહના વૈજ્ઞાનિકો, વિચારકો અને ઑફિશ્યલ ડેલિગેટ્સ સોમનાથ મંદિરના દર્શને પહોંચ્યા હતા. વિશ્વને ભારતના સાંસ્કૃતિક સામર્થ્યનો પરિચય આપી રહેલ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. પ્રધાનમંત્રીના વસુધૈવ કુટુંબકમના વિચારને લક્ષમાં રાખીને આધ્યાત્મનો પ્રસાર કરતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા G20ના મહેમાનો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સોમનાથમાં G-20 ડેલિગેટ્સના સ્વાગતમાં વિશેષ રંગોળી તૈયાર કરવામાં…

Read More

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યની ૧ મહાનગરપાલિકા અને ૩ નગરપાલિકાઓને કુલ પ.૬૦ કરોડ રૂપિયા જન સુવિધા-સુખાકારી કામો માટે અપાશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર             મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાનો વ્યાપક લાભ મહાનગરો-નગરોમાં નાગરિક સુવિધા-સુખાકારી વૃદ્ધિના કામો માટે આપવાનો જનહિત અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર, મુખ્યમંત્રીએ રાજ્યના ભાવનગર મહાનગર તેમજ નડિયાદ, કાલાવડ અને હળવદ નગરપાલિકાઓને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના વિવિધ કામો માટે કુલ રૂ. પાંચ કરોડ ૬૦ લાખ ર૧ હજાર ૯૧૪ ની રકમના ખર્ચ માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. શહેરી વિકાસ વિભાગે આ કામોની દરખાસ્તો રજુ કરી હતી તેને તેમણે અનુમોદન આપ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદ નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી…

Read More

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પોતાનું પાકુ ઘર મળ્યું છત મળી – લાભાર્થી હિરાભાઇ ગોહિલ

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતા ૫૮ વર્ષિય હિરાભાઇ ગોહિલને પ્રધાનમંત્રી આવાસ(શહેરી) યોજનાના લાભ થકી પોતાનું પાકું મકાન બનાવી આજે ત્યાં રહેતા ખૂબ જ હર્ષ અનુભવતા સરકારનો આભાર માની રહ્યા છે હિરાભાઇ જણાવે છે કે, ઝુંપડા જેવા કાચા ઘરમાં પોતાના બાળકો સાથે રહેતા હતા. મોચી કામ કરી મજુરી કરી પોતાનું અને બાળકોનુ ગુજરાન ચલાવતા હતા. કાચા ઝુંપડામાં દરેક સીઝનમાં ખુબ તકલીફ પડતી હતી. ચોમાસામાં વરસાદમાં અનાજ બગડી જયા રાત્રે વરસાદ પડે ત્યારે પલળતા દેસી રહેવું પડે. શીયાળામાં ઠંડીમાં પેરવા ઓઢવા ઓછુ હોય ત્યારે રાત્રે ખુબ…

Read More

શું તમારી દિકરીને પણ વાળ ખાવાની ટેવ છે ? આ કિસ્સો જરૂરથી વાંચજો…..

હિન્દ ન્યુઝ, અમદાવાદ  ૮ વર્ષની ભૂમિ ચૌહાણના પેટમાંથી વાળનો વિશાળ ગુચ્છ નીકળ્યો ! સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોનું માનવું છે કે ‘ઘણી બાળકીઓ. કિશોરીઓને પોતાના કે અન્યના વાળ ખાવાની અથવા વાળ ગળી જવાની ટેવ હોય છે ’ જે પેટમાં જઇને ગુચ્છ સ્વરૂપે ગાંઠ બની મહાકાય સ્વરૂપ ઘારણ કરે છે જેને તબીબી ભાષામાં ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે. ટ્રાયકોબેઝારની તકલીફ સાથે ગાંધીનગરથી આવેલી 8 વર્ષની ભૂમિને સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ કંઇ રીતે સંપૂર્ણપણે પીડામુક્ત કરી આવો જાણીએ આ રસપ્રદ કિસ્સો .. ગાંધીનગરના ભોયણ ગામમાં વતની અને અમદાવાદની અરવિંદ મીલમાં પેટીયું…

Read More

આરોગ્યમંત્રી ઋષિકેશપટેલની ગરિમામય ઉપસ્થિતિમાં રાજ્યમાં સૌ પ્રથમ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન ઇન મહેસાણા અંતર્ગત અટલ વર્કશોપનું આયોજન

હિન્દ ન્યુઝ, અમદાવાદ            પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી હસ્તે અટલ બિહારી બાજપાઈના નામ પર અટલ ટીંકરીંગ લેબના નામ સાથે આ યોજના શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇનું એક સ્વપન રહ્યું છે કે, રાષ્ટ્રના વિદ્યાર્થીઓ આગામી સમયમાં એજ્યુકેશનની સાથે સાયન્સ અને ટેકનોલોજીમાં પોતાનું કૌશલ્યને ઉજાગર કરે અને દેશ ટેકેનોલોજીનું એક ઉદ્દભૂત હબ બને તેમ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા ગણપત વિશ્વવિધાલય ખાતે આયોજીત અટલ વર્કશોપમાં જણાવ્યું હતું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, કે, વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ સમાજ કલ્યાણ અને રાષ્ટ્રના વિકાસ માટે થાય તે જરૂરી છે,જે માટે…

Read More