ભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે પ્રથમ ત્રિ-દિવસીય ‘સાયન્સ સમર કેમ્પ’ સંપન્ન

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ભાવનગર નારી ગામ પાસે આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર એસ સી), ભાવનગર ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) ના માર્ગદર્શન હેઠળ ધોરણ ૮ અને ૯ ના વિદ્યાર્થીઓ માટે ત્રણ રેસિડેન્શિયલ ‘સાયન્સ સમર કેમ્પ’ નું આયોજન કરવામાં આવ્યુ છે. તા. ૧૭-૧૯ મે ૨૦૨૩ દરમ્યાન પ્રથમ રેસિડેન્શિયલ ‘સાયન્સ સમર કેમ્પ’નું આયોજન થયું હતું. આ સમર કેમ્પમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ ત્રણ દિવસ અને બે રાત્રિ રોકાણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે જ કર્યુ હતું. જે અંતર્ગત તેમની રહેવાની વ્યવસ્થા આરએસસી દ્વારા કરવામાં આવી હતી. 

‘સાયન્સ સમર કેમ્પ’ ની વિવિધ એક્ટિવિટી જે મોજમસ્તી ની સાથે સાથે ગણિત, વિજ્ઞાન, એન્જીનીયરિંગ ક્ષેત્રે જ્ઞાન મેળવી વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાનમાં વધારો કરી શકે તેવી એક્ટિવિટીની શરૂઆત થઈ ગઇ હતી. પ્રથમ સત્ર CSMCRI ના સિનિયર સાયન્ટિસ્ટ ડો. પ્રતાપ બાપટ દ્વારા ‘સાયન્સ શું છે?’ તે વિષય પર લેક્ચર લેવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓને રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગરની વિવિધ માહિતીસભર ગેલેરીઓની મુલાકાત કરાવવામાં આવી હતી અને પછી ઈન્ડોર એક્ટીવીટી ઓરિગામિ તથા ન્યુઝ પેપર ક્રાફ્ટ કરાવવામાં આવી હતી અને સાંજે ગાર્ડનમાં બાળકો ને વિજ્ઞાન સાથે જોડવા માંટે એક STEM એક્ટિવિટી નુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાંના શ્રી પ્રશાંત મામોત્રા દ્વારા હેન્ડસ ઓન એક્ટિવિટી, સ્માર્ટ હોમ્સ, સિટી લાઇટિંગ અને અન્ય મૂળભૂત ઇલેક્ટ્રોનિક સર્કિટ પર પ્રેક્ટિકલ કીટ સાથે સેશન પ્રસ્તુત કર્યો હતો અને પછી ઓડીટોરીયમમાં સાયન્સ ડોક્યુમેન્ટરી ફિલ્મ અને ગાર્ડનમાં આઉટડોર ગેમ્સની મજા માણી હતી. 

બીજા દિવસે વિદ્યાર્થીઓને નેચર વોક માટે વેળાવદર નેશનલ પાર્કની મુલાકાત કરાવવામાં આવી હતી. જ્યાં મરિન ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અને હેડ ડો. આઇ. આર. ગઢવી એ વિદ્યાર્થીઓને વેળાવદર નેશનલ પાર્કમાં જોવા મળતી વિવિધ સ્પિસિસ વિષે માહિતી આપી હતી. ત્યારપછી સર્વોત્તમ અમુલ ડેરી, શિહોરની મુલાકાત કરાવવામાં આવી હતી. આ ઉપરાંત ગેમ્સ જેમકે લીબું ચમચી, કોથળા દોડ, કબડ્ડી, રુમાલ દા, સંગીત ખુરશી અને સાથે સાથે ફુટબોલ અને વોલીબોલ જેવી રમતો સાથે બાળકોએ ખૂબ જ મોજમસ્તી કરી હતી. રાત્રે ભાવનગર જિલ્લાના કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના હર્ષદભાઈ જોષી દ્વારા સ્કાય ગેંઝિગ કરાવવામાં આવ્યું હતું. 

છેલ્લા દિવસે સવારમાં ‘હેલ્થ ઇઝ વેલ્થ’ સ્લોગન સાથે યોગા એક્સપર્ટ શ્રી રાજદિપ જાની દ્વારા બાળકોને વિવિધ યોગાસનો કરાવવામાં આવ્યાં હતા. ત્યારબાદ શ્રી ઉપેન્દ્ર જાની દ્વારા હાઇડ્રોપોનિક વર્કશોપ કરાવવામાં આવ્યો હતો અને તેના પર રસપ્રદ માહિતી આપી હતી. ત્યારપછી ક્રિએટિવ આર્ટિસ્ટ & કન્ટેન્ટ વ્રાઇટર, ગૂગલ ગાઇડ, ભાવનગર ના બૈજુ વ્યાસ દ્વારા ‘સાયન્સ બિહાઇન્ડ ધ ટ્રીક ફોટોગ્રાફી’ પર હેન્ડસ-ઓન સેશન પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચેસ એક્સપર્ટ ડો. રાજેશ રવૈયા ની દેખરેખ હેઠળ ‘ચેસ કોમ્પિટિશન’ કરવામાં આવી હતી. સમર કેમ્પમાં ભાગ લેનાર દરેક વિધાર્થીઓને સર્ટિફિકેટ આપી અને તેમને વિદાય આપવામાં આવી હતી. 

આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડાયરેક્ટર ડૉ. ગિરિશ ગૌસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ હતુ. આ સમર કેમ્પ ઉપરાંત બે વધુ કેમ્પ નું આયોજન તા. ૨૪ થી ૨૬ મે ૨૦૨૩ અને તા. ૩૧ મે થી ૨ જૂન ૨૦૨૩ દરમ્યાન કરવામાં આવશે. ઇચ્છુક વિદ્યાર્થીઓ આ કેમ્પ માં ગૂગલ ફોર્મ દ્વારા https://docs.google.com/forms/d/e/1FAIpQLSciw8s7P1DGxWvohOJYjAQtPA5AJqiC94n7NHAPY9KD_v0oXw/viewform?usp=sf_link રજીસ્ટ્રેશન કરી શકશે.

Related posts

Leave a Comment