ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કરનાર શખ્સને અદાલત સમક્ષ હાજર થવા જાહેરનામુ બહાર પડાયું

હિન્દ ન્યુઝ, જામનગર 

     મે.રોયલ મેડિકલ સ્ટોર્સ નામે પેઢી લાલવાડી, પટેલ સમાજ સામે, જામનગર કે જેઓએ ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા, ૧૯૪૦ની કલમ 18 (a) (vi) અને 18 (c), 18-A તથા 22 (1) (cca) નો ભંગ કરી કલમ 27(b) (ii) હેઠળ શિક્ષાપાત્ર ગુનો કર્યો છે.

તે પરથી કાઢવામાં આવેલાં ધરપકડ વોરંટ પર થઈ આવેલ શેરા અનુસાર સદહરૂ શખ્શો મળી આવતા નથી. તથા ફરાર થઈ ગયા છે અથવા વોરંટની બજવણી ન થાય તે માટે સંતાતા કરે છે.

આથી આ જાહેરનામાં અન્વયે ફરમાવવામાં આવે છે કે, મે. રોયલ મેડિકલ સ્ટોર્સ નામે પેઢી તે ફરિયાદનો જવાબ આપવા આગામી તા.૧૪-૦૩-૨૦૨૪ ના રોજ સવારના ૧૧:૦૦ કલાક સુધીમાં અથવા તે પહેલા અદાલત સમક્ષ જામનગર ખાતે હાજર થવા ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ, જામનગર શામનાથ ચંદ્રમોહન વેમુલા દ્વારા જાહેરનામું બહાર પાડી જણાવવામાં આવ્યું છે.

 

 

 

 

 

Related posts

Leave a Comment