હિન્દ ન્યુઝ, જામનગર
મે. હુશૈની મેડિસીન્સ નામે પેઢી જામનગર, વાધેરવાડો, બાલ મંદિર ચોક, જામનગર કે જેઓએ ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા, ૧૯૪૦ ની કલમ 18(a) (vi) અને 18 (c), 18-A તથા 22 (1) (cca) નો ભંગ કરી કલમ 27(b)(ii) હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કર્યો છે.
તે પરથી કાઢવામાં આવેલા ધરપકડ વોરંટ પર થઈ આવેલ શેરા અનુસાર સદહરૂ શખ્શ મળી આવતા નથી. તથા ફરાર થઈ ગયા છે અથવા વોરંટની બજવણી ન થાય તે માટે સંતાતા કરે છે.
આથી આ જાહેરનામાં અન્વયે ફરમાવવામાં આવે છે કે, હુશૈન મેડિસીન્સ નામે પેઢી તે ફરિયાદનો જવાબ આપવા આગામી તા.૧૪-૦૩-૨૦૨૪ ના રોજ સવારના ૧૧:૦૦ કલાક સુધીમાં અથવા તે પહેલા અદાલત સમક્ષ જામનગર ખાતે હાજર થવા ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ, જામનગર શામનાથ ચંદ્રમોહન વેમુલા દ્વારા જાહેરનામું બહાર પાડી જણાવવામાં આવ્યું છે.