ભાવનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સમર કેમ્પ તા. ૨૧ થી ૩૦ મે સુધી યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

 ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ભાવનગરમાં તા. ૨૧.૦૫.૨૦૨૩ થી ૩૦.૦૫.૨૦૨૩ (દિન -૧૦) દરમ્યાન શહેરના અલગ અલગ સ્થળ પર યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.   

નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩ ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકોમાં બાળપણથી જ યોગ, પ્રાણાયામ અને આસનોના માધ્યમથી બાળકોમાં સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુથી યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં ધો-૫ થી ધો-૧૦ (વય મર્યાદા ૯ વર્ષ થી ૧૫ વર્ષ) ના બાળકો માટે નિ:શુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરેલ છે. આ યોગ સમર કેમ્પમાં ભાગ લેવા ઇચ્છતા બાળકોએ https://forms.gle/UuUWy5BFTfGYfj1V8 લીંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ યોગ સમર કેમ્પમાં ભાગ લેનાર તમામ બાળકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડિજિટલ સર્ટિફિકેટ અને નિયમિત હાજર રહેનાર બાળકોને આકર્ષક કીટ આપવામાં આવશે. વધારે માહિતી માટે રિદ્ધિબેન પિનાકીન માંડળીયા મો. ૯૪૨૬૯૬૪૨૪૭ પર સંપર્ક કરવાનો રહેશે.

યોગ સમર કેમ્પ પરશુરામ ગાર્ડન, સુવિધા યાઉનશિપ પાસે, એરોડ્રામ રોડ, સુભાષનગર, ભાવનગર ખાતે સાંજે ૦૪.૩૦ થી ૦૬.૦૦, સાકલીબાઈ ઉપાશ્રય, કૃષ્ણનગર, ભાવનગર ખાતે સવારે ૦૮.૦૦ થી ૦૯.૩૦, પીલગાર્ડન (સરદાર બાગ), ભાવનગર ખાતે સાંજે ૦૫.૦૦ થી ૦૬.૩૦, સંતશ્રી બજરંગદાસ બાપા હાઈસ્કૂલ, સરતાનપર, તા.જી. ભાવનગર ખાતે સવારે ૦૭.૩૦ થી ૦૯.૦૦, સંતશ્રી બજરંગદાસ બાપા હાઈસ્કૂલ, મીઠી વિરડી, તા.તળાજા, જી.ભાવનગર ખાતે સવારે ૦૭.૩૦ થી ૦૯.૦૦ દરમ્યાન યોજાશે.  

Related posts

Leave a Comment