રૈયાધાર સ્થિત ચાર માળિયા કવાર્ટર તથા રોણકી સ્થિત બી.એસ.યુ.પી આવાસ યોજના ખાતે ચેકીંગ હાથ ધરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી આનંદ પટેલની સુચના અન્વયે આવાસ યોજના વિભાગ દ્વારા રૈયાધાર સ્થિત ચાર માળિયા કવાર્ટર આવાસ યોજના ખાતે તથા રોણકી સ્થિત બી.એસ.યુ.પી આવાસ યોજના ખાતે ચેકીંગ હાથ ધરવામાં આવેલ. ચેકિંગ દરમ્યાન પાંચ આવાસ સીલ કરવામાં આવ્યા, જેમાં રૈયાધાર સ્થિત ચાર માળિયા કવાર્ટસ ખાતે કુલ ૦૪ આવાસોમાં તથા રોણકી સ્થિત બી.એસ.યુ.પી આવાસ યોજના ખાતે ૦૧ આવાસમાં મુળ માલિકના સ્થાને અન્ય આસામીઓ રહેતા હોવાનું માલુમ પડેલ. આ તમામ ૦૫ આવાસો આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે.

Related posts

Leave a Comment