જળાશય યોજના વિસ્તારમાં ખેતી, અન્ય પ્રવૃતિ કે ઢોર ન ચરાવવા બાબતે અનુરોધ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

કાર્યપાલક ઈજનેર ક્ષાર અંકુશ વિભાગ, ભાવનગર દ્વારા જાહેર જનતાને જણાવાયું છે કે, ચાલુ વર્ષ-૨૦૨3 નાં ચોમાસા ઋતુ દરમ્યાન તળાજા વિસ્તારનાં ખંઢેરા ગામ પાસે નાવલી નદી પર પ્રગતિ હેઠળની ખંઢેરા બંધારા યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૪.૨૦ મીટરના લેવલ (એફ.એસ.એલ.), મણાર ગામ પાસે મણારી નદી પર મણાર આર.ટી. યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૧૬.૦૦ મીટરના લેવલ (એફ.એસ.એલ.), ભેસવડી ગામ પાસે લોકલ વોકળા પર ભવાનીપુરા પુન:પ્રભારણ યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૨૮.૦૦ મીટરના લેવલ (એફ.એસ.એલ.), નેશીયા ગામ પાસે ઉતાવળી નદી પર સમઢીયાળા પુન:પ્રભારણ યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૧૦૦.૦૦ મીટરના લેવલ (એફ.એસ.એલ.), નાની બાબરીયાત ગામ પાસે ઉતાવળી પર નાની બાબરીયાત આર.ટી. યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૨૮.૦૦ મીટરના લેવલ (એફ.એસ.એલ.), બપાડા ગામ પાસે કેરી નદી પર બપાડા આર.ટી. યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૩૫.૦૦ મીટરના લેવલ (એફ.એસ.એલ.), ઈશોરા ગામ પાસે કેરી નદી પર ઈશોરા-૧ આર.ટી. યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૯.૫૦ મીટરના લેવલ (એફ.એસ.એલ.), આમળા ગામ પાસે લોકલ નદી પર ગોપનાથ બંધારા યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૪.૨૦ મીટરના લેવલ (એફ.એસ.એલ.), બેલા ગામ પાસે નારીયેરી વોકળા નદી પર બેલા આર.ટી. યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૩૪.૨૫ મીટરના લેવલ (એફ.એસ.એલ.), જસપરા ગામ પાસે જસપરી નદી પર પ્રગતિ હેઠળની જસપરા બંધારા યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૫.૦૦ મીટરના લેવલ (એફ.એસ.એલ.), અલંગ ગામ પાસે મણારી નદી પર પ્રગતિ હેઠળની અલંગ ચેકડેમ યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૫.૦૦ મીટરના લેવલ (એફ.એસ.એલ.), મહુવા તાલુકાના કલસાર ગામ પાસે લોકલ ક્રીક નદી પર કલસાર બંધારાને ભરપુર સપાટી ૫.૦૦ મીટરના લેવલ (એફ.એસ.એલ.), અધેવાડા ગામ પાસે માલેશ્રી નદી પર અધેવાડા આર. આર. યોજનાને ભરપુર સપાટી ૧૮.૭૫ મીટરના લેવલ (એફ.એસ.એલ.), ઘોઘા તાલુકાના સાણોદર ગામ પાસે સુકાવો વોકળા નદી પર સાણોદર આર. ટી. યોજનાને ભરપુર સપાટી ૬૧.૦૦ મીટરના લેવલ (એફ.એસ.એલ.), ઘોઘા તાલુકાના રાજપરા ગામ પાસે ખારો નદી પર બાડી આર. ટી. યોજનાને ભરપુર સપાટી ૩૩.૫૦ મીટરના લેવલ (એફ.એસ.એલ.), મહુવા તાલુકાના મોટી જાગધાર ગામ પાસે બગડ નદી પર મોટી જાગધાર આર. આર. યોજનાને ભરપુર સપાટી ૨૭.૭૫ મીટરના લેવલ (એફ.એસ.એલ.), મહુવા તાલુકાના મહુવા બંદર ગામ પાસે માલણ નદી પર માલણ બંધારાને ભરપુર સપાટી ૪.૨૫ મીટરના લેવલ (એફ.એસ.એલ.), મહુવા તાલુકાના નિકોલ ગામ પાસે ભાદ્રોડી નદી પર નિકોલ બંધારા યોજનાને ભરપુર સપાટી ૪.૨૫ મીટરના લેવલ (એફ.એસ.એલ.) અને ઘોઘા તાલુકાના ગરીબપુરા ગામ પાસે મનારી નદી પર ગરીબપુરા પુનઃ પ્રભારણ યોજનાને ભરપુર સપાટી ૩૧.૦૦ મીટરના લેવલ (એફ.એસ.એલ.) સુધી પાણી ભરાવાની શક્યતા છે.

આથી ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાને લઈ ઉપરવાસમાં જળાશય વિસ્તારમાં ખેતી તેમજ અન્ય કોઈ પ્રવૃતિ કરવી નહી તેમજ ઢોર-ઢાખરને પણ આ વિસ્તારથી દુર રાખવા તથા ખંઢેરા બંધારા યોજનાની હેઠવાસનાં ખંઢેરા ગામ, મણાર આર.ટી. યોજનાની હેઠવાસના મણાર, અલંગ ગામ, ભવાનીપુરા પુન:પ્રભારણ યોજનાની હેઠવાસનાં ખદરપર, મીઠીવીરડી, સમઢીયાળા પુન:પ્રભારણ યોજનાની હેઠવાસનાં નેશીયા, હબુકવાડ, નાની બાબરીયાત આર.ટી. યોજનાની હેઠવાસનાં નાના બાબરીયાત, હબુકવડ, બપાડા આર.ટી. યોજનાની હેઠવાસનાં બપાડા, ધારડી, ઈશોરા-૧

આર.ટી. યોજનાની હેઠવાસનાં ઈશોરા, દેવલીગામ, ગોપનાથ બંધારા યોજનાની હેઠવાસનાં આમળા, ખંઢેરાગામ, બેલા આર.ટી યોજનાની હેઠવાસનાં બેલા, બાબરીયાત, જસપરા બંધારા યોજનાની હેઠવાસનાં જસપરા, માંડવા, સોસીયા, અલંગ ગામ, કલસાર ગામ, નૈપ ગામ, અધેવાડા, માલણકા, તરસમીયા ગામના, સણોદર, નાગધણીબા ગામના, રાજપરા ગામના, નાની મોટી જાગધાર ગામના, મહૂવા બંદર, કતપર ગામના, ગરીબપુરા ભાંખલ તથા મનાર ગામના તથા અલંગ ચેકડેમ યોજનાની હેઠવાસ, ઉપરવાસનાં અલંગ, સોસીયા, મણાર ગામના લોકો તેમજ અલંગ શીપબ્રેકીંગ યાર્ડમાં કામ મજુરો નદીનાં પટની આજુબાજુ ઝુપડપટ્ટી બનાવીને રહે છે તેઓને ભારે પુર વખતે સલામત સ્થળે ખસી જવા વિનંતી કરવામાં આવેલ છે.

Related posts

Leave a Comment