અમદાવાદ ગોમતીપુર ખાતે આવેલ માતૃત્વ વિધાલય માં વિજ્ઞાન મેળાનુ આયોજન

હિન્દ ન્યુઝ, ગોમતીપુર

          અમદાવાદ ગોમતીપુર ખાતે આવેલ માતૃત્વ વિધાલય માં વિજ્ઞાન મેળાનુ આયોજન કરવામાં આવ્યું. જેમાં ધો.૧ થી ૮ નાં ૮૦ થી ૯૦ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો. આ વિજ્ઞાન મેળામાં વિષય શિક્ષકો દ્વારા ગણિત, વિજ્ઞાન વિષય અનુલક્ષી વિવિધ પ્રકારના પરિયોજના (પ્રોજેક્ટ) તૈયાર કરવામાં આવ્યા.

             વિજ્ઞાન મેળામાં બનાવેલ અને પ્રસ્તુત કરેલ પરિયોજના (પ્રોજેક્ટ) માં કચરાપેટી, સૌર પરિવાર, ઘરના પ્રકાર, મોરબી નુ પૂલ, જંગલનાં પ્રાણીઓ, ઘડિયા 1 થી 5, કુલર, સિક્કા બેંક, સિમેન્ટના જંગલ, વોટર ડિસ્પેન્સર, જળ ચક્ર, O૨ ચક્ર, ઓઝોન ચક્ર, ફેફસાનું હલનચલન, વિશેષણ, શરીરના અવયવ નાં નામ, પત્ર પેટી, ગણિતનું મોડલ (વર્ગ), એક્વાગાર્ડ, ATM મશીન, ઘનતા નો પ્રયોગ, ટપક સિંચાઈ પદ્ધતિ, અવયવ – અવયવી, પવનચક્કી, ગુણાકારનો મોડલ, સ્ટેટોસ્કોપ, સોલાર સિસ્ટમ, આકારોની દુનિયા, જ્વાળામુખી, હાઇડ્રોલિક રોબોટિક આર્મ, પ્રદૂષણ નાં પ્રકાર, પર્યાવરણ બચાવો, મોબાઈલ ફોનનાં લાભ – હાનિ, વિવિધ વાહનો ના પ્રકાર, વોટર એલાર્મ વગેરે જેવા પ્રાચીન અર્વાચીન પ્રોજેક્ટ પર વિદ્યાર્થીઓ દ્વારા વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું

          વિજ્ઞાન મેળામાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સહજ – સરળતા પૂર્વક પ્રોજેકેટની માહિતીઓ આપી.

યોજાયેલ વિજ્ઞાન મેળામાં શાળાનાં આચાર્ય, શિક્ષકગણ તેમજ વાલીઓએ ઉત્સાહ ભેર આ કાર્યક્રમને નિહાળ્યો હતો.

Related posts

Leave a Comment