ભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ત્રીદિવસીય ‘DIY કિટ’ ટ્રેઇનિંગ પ્રોગ્રામ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ભાવનગર નારી ગામ પાસે આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) ના માર્ગદર્શન હેઠળ ત્રીદિવસીય ઇનોવેશન ક્લબ અંતર્ગત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના જિલ્લાના કુલ આઠ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર્સ જેમાં ભાવનગર, બોટાદ, વડોદરા, અમરેલી, નવસારી, ડાંગ, તાપી, ભરુચ જિલ્લાના કોમ્યુનિટી સાયન્સ સેન્ટર્સ (CSCs) ને ટેક્નોલોજીકલ સાધનો સાથે સશક્તિકરણ કરવા માટે તથા કૌશલ્યો વિકસાવવા માટે ‘DIY’-ડુ ઇટ યોરસેલ્ફ કિટ ટ્રેઇનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.  

કાર્યક્રમનો મુખ્ય ઉદેશ પુસ્તકોથી આગળ વિચારવા માંગતા તમામ જિજ્ઞાસુ દિમાગને જ્ઞાન આપવા માટે એક અદ્યતન પ્લેટફોર્મ બનાવવાનું છે.

જેમાં પ્રથમ દિવસે બેઝિક ઇલેક્ટ્રોનિક કિટ્સ, ડ્રોન કિટ અને ગ્લિડર કિટ અને સાથે મિકેનિકલ કિટ ની ટ્રેઇનિંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે એડવાન્સ ઇલેક્ટ્રોનિક કિટ, એર્નજી કન્ઝર્વેશન કિટ તથા ટેલિસ્કોપ કિટ ની ટ્રેઇનિંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું. ત્રીજે દિવસે સાયન્સ કિટ, અ એગ્રિકલ્ચર કિટ, મેકાટ્રોનિક્સ કિટ અને ગ્લોબ કિટ ની ટ્રેઇનિંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન રાજદીપસિંહ ઝાલા, રમેશભાઇ જોષી, હાર્દિક ભાઇ, જિન્કલબેન રાઠોડ ના સયુંકત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડાયરેક્ટર ડૉ. ગિરિશ ગૌસ્વામી સાહેબની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ હતુ.

Related posts

Leave a Comment