દિયોદર ધોરણ 6 થી 8 કોવિડ 19 ની ગાઈડ લાઈન મુજબ શિક્ષણ કાર્ય શરૂ

હિન્દ ન્યૂઝ, દિયોદર

રાજ્ય સરકાર દ્વારા આજ થી કોવિડ ગાઈડ લાઈન મુજબ ધોરણ 6 થી 8 ના વર્ગ ખંડો શરૂ કરવાનો નિર્ણય લીધા બાદ આજરોજ જિલ્લા ના દિયોદર ખાતે પ્રાથમિક શાળા માં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આજે પ્રથમ દિવસે પ્રાથમિક શાળા ને સેનેટાઈઝર કરાઈ હતી. જેમાં તમામ બાળકો ને માસ્ક અને સેનેટાઈઝર કરી શાળા માં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

જેમાં તમામ બાળકો ને સરકાર ની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન સાથે બાળકો ને બેસાડી સમજણ આપ્યા. બાદ શિક્ષણ કાર્ય શરૂ કરાયું હતું. જો કે આજે દિયોદર ની તમામ પ્રાથમિક અને પ્રાઇવેટ શાળા ઓ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment