જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, આણંદ દ્વારા જિલ્લાના કામદાર અને નોકરીદાતાઓને “લૂ” થી બચવા માટે જરૂરી સૂચનો પાલન કરવા અનુરોધ

હિન્દ ન્યુઝ, આણંદ

     હવામાન વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં જાહેર કરવામાં આવેલા ‘‘ઓરેન્જ એલર્ટ’’ ને ધ્યાને લઈને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, આણંદ દ્વારા જિલ્લાના કામદારો અને નોકરીદાતાઓને આગામી તા. ૨૪ મે સુધી હીટવેવ સામે રક્ષણ મેળવવા માટે કેટલાંક જરૂરી સૂચનોનું પાલન કરવા અનુરોધ કરાયો છે.

કામદાર અને નોકરીદાતાઓએ આટલું કરવું :

• નોકરીદાતાઓએ કાર્યના સ્થળે કામદારો માટે પીવાના ઠંડા શુધ્ધ પાણીની, આરામની વ્યવસ્થા, છાશ, ઓ.આર.એસ., બરફ ના પેક તેમજ પ્રાથમિક સારવાર પેટીની વ્યવસ્થા કરવી.

કાર્ય કરતી વખતે શરીર અને માથા પર સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતીને ટાળવી અને સખત મહેનતનું કામ દિવસના ઠંડા સમય દરમિયાન ગોઠવવું.

• ફિલ્ડ પરની કે બહારની પ્રવૃત્તિઓ માટે વિશ્રાંતી સમયની વ્યવસ્થા કરવી અને તેની સંખ્યા વધારવી.

જે કામદાર વધૂ ગરમી વાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયેલ નથી તેવા કામદારોને હળવું તેમજ ઓછી સમયમર્યાદા માટે કામ આપવું.

• સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપવુ.

કામદારોને હીટ વેવ એલર્ટ વિષે માહિતગાર કરવા.

• શક્ય હોય ત્યાં સુધી હીટવેવના સમય દરમિયાન ઘરમાં જ રહેવું. કાચી કેરી સાથે ડુંગળીનું ધાણાજીરુ નાખેલું કચુંબર ‘લૂ’ લાગવાની શક્યતા ઘટાડી શકે છે તેવા ઘર ગથ્થુ ઉપાય કરવા. પંખાનો ઉપયોગ કરવો, ઢીલા કપડાં પહેરવા અને ઠંડા પાણીથી વારંવાર સ્નાન કરવું.

• કાર્યાલય રહેઠાણના સ્થળે આવતાં ફેરિયા કે ડીલીવરી માણસને પાણી પીવડાવવું.

કાર પુલીંગ અથવા તો જાહેર વાહન વ્યવહારના સાધનોનો ઉપયોગ કરવો જેનાથી ગ્લોબલ વોર્મીંગ અને ગરમીનું પ્રમાણ ઘટશે.

• સૂકાં પાંદડા, ખેતીનો કે અન્ય કચરો બાળવો નહીં.
પાણીનાં સ્ત્રોતનું રક્ષણ કરવું અને વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા અપનાવવી.

• ઊર્જા કાર્યદક્ષ સાધનો, શુદ્ધ બળતણ અને ઊર્જાના વૈકલ્પીક સ્ત્રોતનો ઉપયોગ કરવો.

ચક્કર આવતા હોય કે બીમાર હોવ તો તરત જ તબીબી સલાહ લો અથવા ઘરના કોઇ સદસ્યને કહેવું કે અસરગ્રસ્ત વ્યક્તિને તબીબ પાસે લઈ જાય.
ઉપરોક્ત બાબતોને ધ્યાને લઈ આણંદ જિલ્લાના કામદારો અને નોકરીદાતાઓને હિટ વેવથી બચવા જરૂરી કાળજી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.


Advt.

Related posts

Leave a Comment