જી.જી. હોસ્પિટલમાં અમરનાથજીની યાત્રા પર જતા યાત્રીઓની તબીબી તપાસ કરી અપાશે

હિન્દ ન્યુઝ, જામનગર

     જામનગર જિલ્લામાંથી જે નાગરિકો અમરનાથજીની પવિત્ર યાત્રામાં સામેલ બન્યા હોય, તો તેમનું હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી જણાય છે. તેથી આ તબીબી તપાસ કરાવવા માટે ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ, જામનગર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અનુસાર તમામ યાત્રીઓએ તબીબી તપાસ માટે હોસ્પિટલમાં ન્યુ કેસ તરીકે કેસ કાર્ડ કઢાવવાનું રહેશે. તેમજ યાત્રીઓએ પોતાનું ફોર્મ સાથે લાવવાનું રહેશે.

આ ફોર્મમાં જરૂરી વિગતો ભર્યા બાદ યાત્રીએ તેમનો પાસપોર્ટ સાઈઝનો કલર ફોટોગ્રાફ અને આધારકાર્ડની ઝેરોક્ઝ નકલ સાથે રાખવાની રહેશે. ફોર્મ ફીલ અપ કર્યા બાદ હોસ્પિટલના રૂમ નંબર 3 માં ડોક્ટરની જરૂરી સુચના મુજબ યાત્રીની તબીબી તપાસ કરવામાં આવશે.

તબીબી તપાસ માટેનો સમય જાહેર રજા અને રવિવાર સિવાય દરરોજ સવારે 09:00 થી 11:00 કલાક દરમિયાન અને સાંજના 04:00 થી 05:00 કલાક સુધી રહેશે. તેમ તબીબી અધિક્ષક, ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

Related posts

Leave a Comment