દિયોદરના ઓઢા ગામે જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર

આમ તો જન્મ દિવસ ની ઉજવણી લોકો હોટલમાં કેક કાપી અને ખાવાપીવામાં કરતાં હોય છે. પણ દિયોદર તાલુકાના ઓઢા ગામ ના રહેવાસી રાજ ગજ્જર ના દીકરા ક્રિશ ના જન્મ દિવસ નિમિત્તે આજે ગજ્જર સુથાર સમાજ પાંચ પરગણા હોસ્ટેલ પાટણના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં દાન આપી ને તેમજ કોઈ જાત ની કેક કાપ્યા વગર વડીલો ના આશીર્વાદ લઈ ને સ્કૂલ ના નાના બાળકો ને ચોકલેટ વિતરણ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ તેમની સમાજ ના વડીલોયે અને ગ્રામ જનો તેમજ મિત્રવતુળ સૌ કોઈ આશીર્વાદ આપ્યા હતા.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment