જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલના હસ્તે સુરત જિલ્લાના એન્યુઅલ ક્રેડિટ પ્લાન વર્ષ-૨૦૨૧-૨૨ નું લોન્ચિંગ કરાયું

હિન્દ ન્યૂઝ,

લીડ બેંક દ્વારા સુરત જિલ્લાના એન્યુઅલ ક્રેડિટ પ્લાન વર્ષ-૨૦૨૧-૨૨નું સુરત જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલના હસ્તે લોન્ચિંગ કરાયું હતું. ડિસ્ટ્રીક લેવલ રીવ્યુ કમિટી (DLRC)ની મળેલી બેઠકમાં સુરત જિલ્લા માટે રૂા.૨૫૦૩૧ કરોડનું બેંક ધિરાણ કરવા માટેનો પ્લાન ક્લેક્ટરના હસ્તે લોન્ચ કરાયો હતો. બેઠકમાં અન્ય પ્રાયોરીટી સેક્ટર જેમ કે, એગ્રિકલ્ચર સેક્ટરમાં ૫૨૦૭ રૂપિયા, SMSE સેક્ટરમાં ૧૫,૫૫૦ રૂપિયા, એજયુકે શનમાં ૩૪૧ રૂપિયા, હાઉસિંગમાં ૨,૯૦૨ રૂપિયા,અન્ય પ્રાયોરીટી સેકટર સહિત એમ કુલ ૨૫,૦૩૧ કરોડ રૂપિયાનો એન્યુઅલ ક્રેડિટ પ્લાન આવતા વર્ષ-૨૦૨૧- ૨૨ માટે જિલ્લાની અગ્રણી બેંકો દ્વારા બનાવવામાં આવ્યો છે. સુરત જિલ્લામાં ૪૫ જેટલી અગ્રણી બેંકો ની મળી ૮૯૭ જેટલી શાખાઓ આવેલી છે. તેમજ બેંક ઓફ બરોડા લીડ બેન્ક તરીકે કામગીરી કરે છે. જિલ્લામાં વર્તમાન વર્ષ દરમિયાન ૨૦,૭૯૨ કરોડના વાર્ષિક લક્ષ્યાંક સામે જિલ્લાની બેંન્કો દ્વારા ૧૪,૧૩૩ કરોડનું ધિરાણ ડીસેમ્બર-૨૦૨૦ સુધીમાં આપવામાં આવ્યું હતું. આ સાથે જિલ્લામાં પ્રધાન મંત્રી જન ધન યોજના અંતર્ગત ૧૬,૨૭,૭૦૯ ખાતા ખોલવામાં આવ્યાં હતાં. જે પૈકી મહિલાઓના કુલ ૬૪૨0૮૧ ખાતા છે અને ૮૩% આધાર સિડિંગ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. બીજી બાજુ સોશિયલ સિક્યોરિટી સ્કીમ અંતર્ગત ૩,૬૭,૨૯૭ લોકોએ PMJJBY યોજનાનો લાભ લીધો છે તથા ૭,૨૦,૩૫૭ લોકોએ જીવન સુરક્ષા વીમા યોજનાનો લાભ લીધો છે. પ્રધાન મંત્રી મુદ્રા યોજના અંતર્ગત ૩૯,૬૩૫ લોકોને રૂ.૪૫૦ કરોડનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા, સહિત વિવિધ બેંકના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment