વેરાવળ ખાતે મુસ્તફા મસ્જિદ માં વિધવા સહાય ના ફોર્મ ભરી આપવા માટે કેમ્પ નું આયોજન

હિન્દ ન્યૂઝ, વેરાવળ

વેરાવળ મુસ્તફા મસ્જિદ પાસે રિઝવાના બેન ના અધ્યક્ષ સ્થાને સામાજિક કાર્યકર ચૌહાણ રીઝવાના બહેન, બસિરભાઈ ગોહેલ અને યાસીનભાઈ કાઉન્સિલર દ્વારા ગુજરાત સરકાર તરફ થી દર મહિને આપવામાં આવતી ગરીબ વિધવા સહાય ના ફોર્મ ભરી આ સહાય નો લાભ દરેક વિધવા બહેનોને મળી રહે તેના માટે નું એક સુંદર મજાના કેમ્પ નુ આયોજન સાંજના ૦૪ થી ૦૭ વાગ્યા સુધી મા રાખવામાં આવેલો.

આ કેમ્પમા દરેક ધર્મ અને સમાજ જેમાં વધુ પડતી આ વિસ્તારની લઘુમતી વિધવા ગરીબ ૪૦ જેટલી બહેનોએ લાભ લીધેલો જેમના સર્વ ડોક્યુમેન્ટ ની ચકાસણી કરી સ્થળ ઉપર જ ફોર્મ ફ્રી માં ભરી આપવામાં.

જ્યારે અમારી ટીમે આ વિસ્તાર ના લોકોની ડોક્યુમેન્ટ પ્રુફ ની પરિસ્થિતિ જોઈ ત્યારે ખુબજ દુઃખ સાથે અફસોસ ની લાગણી થયેલ કેમકે જ્યારે રાશનકાર્ડ, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, જન્મ કે મરણ ના દાખલા, આવક ના દાખલા, બૅક પાસબુક કે અન્ય સરકારી ડોક્યુમેન્ટમાં જોતા બધા ડોક્યુમેન્ટ માં અલગ-અલગ નામ અને (અટક) જ્ઞાતી જોવા મળેલ જેનાં કારણે સરકાર ની સહાય થી વંચિત રહેવું પડે છે.

આ પરિસ્થતિ જોતાં દરેક વિસ્તારમાં એક જુંબેશ ચલાવી ડોક્યુમેન્ટ્સ વેરીફીકેશન ના કૅમ્પો રાખવા જોઈએ. આ કેમ્પને સફળ બનાવવા હુસેનભાઇ ગઢિયા ટ્રેનર, ફારૂકભાઇ મલિક (પેરેડાઇઝ), આહમદભાઈ સુપારીવાળા, જીન્નત બેન, આયેશાબેન તાજવાની, રૂબિનાબેન બેલીમ, રાજુભાઈ કલરવાળા, રિઝવાનભાઇ ઈબ્રાહીમ, તેમજ અન્ય લોકોએ સેવા આપી આ કેમ્પને સફળ બનાવેલ.

રિપોર્ટર : મો. સઈદ મહિડા, વેરાવળ

Related posts

Leave a Comment