હિન્દ ન્યુઝ, ગુજરાત
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની અછત હોવાની વાતો માત્ર અફવા છે! ગુજરાત સરકાર, IOCL અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત ખાતરી આપવામાં આવી છે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નાગરિકોને પેનિક ન થવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. જાણીજોઈને પંપ બંધ રાખનાર ડીલરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
