યોગ દિવસની થીમ “માનવતા માટે યોગ”ને ખરા અર્થમાં સાકાર કરતા બોટાદના બાળકે માનવતાની મહેક પ્રસરાવી કાર્યક્રમના પટાંગણમાંથી મળેલો રૂ. ૭૬.૯૦૦નો ચેક પરત કરી વિદ્યાર્થીએ પ્રામાણિકતા દાખવી

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદમાં યોગ દિવસની ઉજવણી દરમિયાન આ વર્ષની થીમ “માનવતા માટે યોગ”નું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.કૃષ્ણકુમાર વિનોદભાઈ મકવાણા નામના વિદ્યાર્થીને કાર્યક્રમ સ્થળ પરથી રૂ.૭૬.૯૦૦ની રકમનો એક બેરર ચેક અને એક બ્લેન્ક ચેક મળી આવ્યો હતો. જેને મંચ ખાતે સુપ્રત કરીને વિદ્યાર્થીએ માનવતા તેમજ પ્રામણિકતા દાખવી હતી. આ ઉત્તમ કાર્ય બદલ વિદ્યાર્થીનું મંચસ્થ મહેમાનો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment