હિન્દ ન્યુઝ, જૂનાગઢ
આજ રોજ ભક્તકવિ નરસિંહ મહેતા યુનીવર્સીટી, જૂનાગઢ દ્રારા જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્રારકા જીલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી જે પૈકી જૂનાગઢ જિલ્લા માં માન.ઇ.સી મેમ્બર ચંદ્રેશભાઈ હેરમાં ની આગેવાની હેઠળ રાધા દામોદર મંદિર , દામોદર કુંડ જૂનાગઢ ખાતે સમુહ યોગ નું આયોજન કરાયું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભક્તકવિ નરસિંહ મહેતા યુનીવર્સીટીના કુલપતિ ડૉ. ચેતન ત્રિવેદી હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં નરસિંહ મહેતા યુનીવર્સીટી ના કુલસચિવ ડો. મયંકભાઈ સોની તથા સ્થાનિક કોલેજો ના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મિત્રો હાજર રહ્યા હતા. જૂનાગઢ ખાતે યોજાયેલ કાર્યક્રમનું સફળ સંચાલન અને વ્યવસ્થાપન યુનિવર્સિટી ના ઇ.સી મેમ્બર ચંદ્રેશભાઈ હેરમાં, બહાઉદીન કોલેજના પ્રિન્સિપાલ માન.પ્રો.ડો.આર.પી ભટ્ટ , જે.એસ ગોધાણી કોલેજના પ્રિન્સિપાલ માન.પ્રો.ડો.જમકુબેન સોજીત્રા તથા જે.એસ ગોધાણી કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસર પ્રો.ડો શારદાબેન વિરાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ
