હિન્દ ન્યુઝ,બોટાદ
પીએમ શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલય-બોટાદમાં ધોરણ-6માં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવા વધારે વિદ્યાર્થીઓને તક મળી રહે તે માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29-7-2025 સુધીની છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટીની લીંક https://cbseitms.rcil.gov.in/nvs/Index/Registration છે. જે વિદ્યાર્થી જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ઈચ્છતો હોય તે જિલ્લામાં ધોરણ-5માં શૈક્ષણિક સત્ર 2025-26 દરમિયાન અભ્યાસ કરતો હોવો જોઈએ. તેમજ વિદ્યાર્થીની શાળા તેમજ નિવાસ ફરજીયાત બોટાદ જિલ્લામાં જ હોવો જોઈએ. ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે 75 ટકા, વિદ્યાર્થિનીઓ માટે 1/3 ભાગ અન્ય પછાત વર્ગ (OBC) અનુ.જાતિ/ અનુ.જનજાતિ અને દિવ્યાંગ માટે ભારત સરકારશ્રીના નિયમોનુસાર લાભ મળવા પાત્ર છે.
વિદ્યાલયની ખાસ વિશેષતાઓની વાત કરીએ તો, ધોરણ 10,12 બોર્ડમાં ઉત્તમ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને 100 ટકા પરિણામ પ્રાપ્ત થાય છે, રમત-ગમત તથા અન્ય સહ અભ્યાસક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની ઉલ્લેખનીય ઉપલબ્ધિઓ, વિજ્ઞાનને લગતા મેળાવડાઓમાં શાળાના વિદ્યાર્થીઓનું સતત અને ઉત્કૃષ્ટ પ્રદર્શન રહે છે. રણણીય અને અનુપમ શાળા કેમ્પસ, જેના થકી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શાંતિમય વાતાવરણ મળી રહે છે. ભણતરની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, કમ્પ્યૂટર, કલા, સંગીત અને શારીરિક શિક્ષણનું ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ખાસ ભાર મુકવામાં આવે છે. વધુ જાણકારી માટે પી.એમ.શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલય, અળવ રોડ, બોટાદનો સંપર્ક સાધવા પ્રાચાર્યશ્રી, પીએમશ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલય, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.
