ડાંગમાં “જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૫-૨૬” યોજાશે 

હિન્દ ન્યુઝ, ડાંગ

    ગુજરાત સરકારનાં રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, આહવા-ડાંગ દ્રારા સંચાલીત “જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૫-૨૬” નું આયોજન કરવામાં આવનાર છે. 

આ સ્પર્ધામાં (૧) અ વિભાગ- ૦૭ થી ૧૦ વર્ષ સુધીના (૨) બ વિભાગ- ૧૦ થી ૧૩ વર્ષ સુધીના અને (૩) ખુલ્લો વિભાગ – ૦૭ થી ૧૩ વર્ષ સુધીના એમ ૦૩(ત્રણ) વયજુથનાં સ્પર્ધકો ભાગ લઈ શકશે. સ્પર્ધકની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૪ની સ્થિતિ એ ગણવાની રહેશે.

બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં અ અને બ વિભાગમાં (૧) વક્તૃત્વ, (૨) નિબંધ લેખન, (૩) ચિત્રકલા, (૪) સર્જનાત્મક કારીગરી, (૫) લગ્નગીત, (૬) લોકવાદ્ય સંગીત, (૭) એકપાત્રીય અભિનય એમ ૦૭ (સાત) સ્પર્ધાઓ તેમજ ખુલ્લા વિભાગમાં (૧) દોહા-છંદ-ચોપાઈ, (૨) લોકવાર્તા, (૩) લોકગીત, (૪) ભજન, (૫) સમુહગીત, (૬) લોકનૃત્ય એમ ૦૬ (છ) સ્પર્ધાઓ મળી કુલ ૧૩ સ્પર્ધાઓ જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા,અને રાજયકક્ષા એમ ક્રમશ: આયોજન કરવામાં આવશે.

બાળ પ્રતિભા શોધ સ્પર્ધા: ૨૦૨૫-૨૬ માં ભાગ લેવા ઈચ્છતાં ડાંગના સ્પર્ધકોએ નિયત નમુનાનાં અરજી ફોર્મમાં પોતાની સંપૂર્ણ વિગત ભરી આધારકાર્ડ અને બેંક પાસબુકનાં પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ સાથે સ્પર્ધા માટે “પ્રતિ, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, આંબાપાડા, આહવા, જિ.ડાંગ ખાતે તા.૦૯/૧૨/૨૦૨૫ સુધીમાં રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાની રહેશે. આ સ્પર્ધા ૧૨/૧૨/૨૦૨૫ના રોજ માધ્યમિક શાળા, લિંગા ખાતે યોજવામાં આવશે તેમ ડાંગ જિલ્લા યુવા વિકાસ અધિકારી આહવા-ડાંગની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment