વિસાવદર તાલુકાના ભૂતડી ગામની મુલાકાત

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

   આજરોજ વિસાવદર તાલુકાના ભૂતડી ગામની મુલાકાત લેવામાં આવી. ગામ પંચાયત દફતરની તપાસણી કરવામાં આવી તેમજ સરપંચ, સભ્યો અને ગ્રામજનો સાથે ગામના વિકાસ સંબંધિત મુદ્દાઓ અંગે સવાંદ કરવામાં આવ્યો.

ભૂતડી પ્રાથમિક શાળા તથા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો અને તેમને આપવામાં આવતા શિક્ષણની ગુણવત્તા અંગે પણ નિરીક્ષણ કરવામાં આવ્યું.

એમ.ડી.એમ. સેન્ટરની મુલાકાત લઈ બાળકોને આપવામાં આવતા ભોજન તથા ઉપલબ્ધ સુવિધાઓ અંગે તપાસ કરી જરૂરી સૂચન આપ્યા.

Related posts

Leave a Comment