રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, રાજકોટ 

        રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી શ્રાવણ માસના સોમવાર તા.૨૧/૦૮/૨૦૨૩, તા.૨૮/૦૮/૨૦૨૩, તા.૦૪ ૦૯/૨૦૨૩, તા.૧૧/૦૯/૨૦૨૩ ના રોજ તથા તા.૦૭/૦૯ ૨૦૨૩ જન્માષ્ટમી નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે

સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી : આનંદ પટેલ (કમિશનર – રાજકોટ મહાનગરપાલિકા)

Related posts

Leave a Comment