વીર નર્મદ યુનિવર્સિટીમાં ‘રાણી અબક્કાદેવી યુવા મહોત્સવ’નો શુભારંભ કરાવતા રમતગમત રાજ્ય મંત્રી ડો.જયરામભાઈ ગામીત

હિન્દ ન્યુઝ, સુરત

     વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 52મા ‘રાણી અબક્કાદેવી યુવા મહોત્સવ’ને રમતગમત રાજ્ય મંત્રી ડો.જયરામભાઈ ગામીતે ખુલ્લો મૂક્યો હતો. તા.૨૩ ડિસે. સુધી આયોજિત યુવા મહોત્સવમાં ૧૩૪ કોલેજોના ૫૪૦૦ વિદ્યાર્થીઓ ૩૪ પ્રકારની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે.

            આ પ્રસંગે મંત્રી જયરામભાઇ ગામીતે યુનિવર્સિટી સાથેનો તેમનો વિદ્યાર્થી તરીકેનો નાતો, વિદ્યાર્થી જીવનના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે કહ્યું કે, યુવક મહોત્સવ દ્વારા સ્થાનિક આદિવાસી સંસ્કૃતિને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જે સરાહનીય છે. અભ્યાસ સથે વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર સિંચનથી વીર નર્મદ યુનિવર્સિટીએ આગવી ઓળખ બનાવી છે. વર્ષ ૨૦૩૦ માં ભારતમાં યોજનારી કોમનવેલ્થ દેશને ગૌરવ અપાવશે એમ જણાવી સ્વદેશી જીવનમૂલ્યોનું સ્વ જીવનમાં મહત્વ વગેરે બાબતો પર વિચારો વ્યક્ત કર્યા હતા. 

Related posts

Leave a Comment