હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર સુરક્ષા સેતુ સોસાયટી, ગુજરાત રાજ્ય સેવા સમિતિ, વૈભવ લક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ અને વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ (શ્રી શ્રદ્ધા મહિલા આર્થીક ઊત્કર્ષ મંડળ) જામનગરના સંયુક્ત ઉપક્રમે વસઈના શ્રી વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ ખાતે નિઃશુલ્ક કાનૂની માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલની સૂચનાથી સુરક્ષા સેતુ સોસાયટીના પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ હસમુખભાઇ ગોહિલના માર્ગદર્શન હેઠળ વડીલો માટે ફ્રી કાનૂની સેવા તથા સાઈબર ક્રાઈમને લગતા પ્રશ્નોના નિવારણ માટે પ્રયાસ કરવમાં આવેલ જેમાં ગોપાલભાઇ ગઢવીએ સાઈબર કાઈમને લગતા પ્રશ્નોના નિવારણ માટેની માહિતી વડીલોને આપેલ જ્યારે વિશાલભાઈ પોપટ, ગુજરાત રાજ્ય સેવા સમિતિ અને નરેન્દ્રસિંહ જાડેજા, પ્રમુખ વૈભવ લક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા ગુજરાત રાજ્યની વિવિધ સેવાઓની માહિતી વડીલો સુધી પહોંચતી કરેલ તેમજ મેનેજીંગ ટ્રસ્ટી નીતાલભાઈ ધ્રુવ દ્વારા ફ્રી લીગલ એઈડ અંગેની માહિતી પૂરી પાડવામાં આવેલ વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમના પ્રમુખ ભાવનાબેન પરમાર દ્વારા સંસ્થાની કામગીરીથી મહેમાનોને અવગત કરાયા હતા જ્યારે સમગ્ર કાર્યક્રમની અભાર વિધિ વાત્સલ્યધામ વૃધાશ્રમના કારોબારી સભ્ય પી.આર.સોમાણી દ્વારા કરવામાં આવેલ