હિન્દ ન્યુઝ, કાલાવડ
જી. સી. ઇ. આર. ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર આયોજિત કાલાવડ તાલુકાની શિક્ષકોની તાલીમ તારીખ ૧૬ થી ૧૮ ડિસેમ્બર યોજાઇ.
આ તાલીમમાં શારીરિક શિક્ષણ, આનંદદાયી શનિવાર, યોગ તથા આપણી રમતો વિષય પર અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે શિક્ષકો અને તજજ્ઞો દ્વારા કામગીરી કરવામાં આવેલ. આ તાલીમમાં પ્રથમ દિવસે બાયસેગના માધ્યમથી રાજ્ય કક્ષાએથી માર્ગદર્શન આપવામાં આવેલ. સમગ્ર તાલીમ સમય દરમિયાન તમામ શિક્ષકો તથા તજજ્ઞોએ ઉત્સાહ પૂર્વક વિવિધ નાવિન્ય પૂર્ણ પ્રવૃત્તિઓ કરવામાં આવેલ.

આ તાલીમમાં વર્ગ સંચાલક તરીકે બીપીનભાઈ રાબડિયા, અલ્પેશભાઈ ફળદુ તથા શિવપાલસિંહ જાડેજાએ કામગીરી સંભાળી હતી. તાલીમના તજજ્ઞો તરીકે ધીરેનભાઇ પાટલિયા, જયેશભાઇ પુંભડિયા અને તેમની ટીમ દ્વારા પ્રેરણાદાયી અને ઉત્તમ કામગીરી કરવામાં આવેલ.
તમામ તાલીમાર્થી શિક્ષકોને વિષયને અનુરૂપ યોગ, કસરતના વિવિધ દાવ, રમત ગમત, સંગીત, ચિત્ર, ક્રાફટ સાથેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવેલ. આ તાલીમનું સમગ્ર આયોજન બીઆરસી સાજીતભાઇ દોદાઇ દ્વારા કરવામા આવેલ.

