ડાંગ જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને તા.૦૩ જાન્યુઆરી સુધી સભા સરઘસબંધી 

હિન્દ ન્યુઝ, ડાંગ

    ડાંગ જિલ્લામાં આગામી તહેવારોની ઉજવણી દરમિયાન, ડાંગ જિલ્લામા જાહેર શાંતિ, અને સલામતી જાળવવા સારુ સરઘસ કાઢવાની તેમજ સભા ભરવાની મનાઈ ફરમાવવામા આવી છે. 

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ યુ.વી.પટેલ દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ – ૧૬૩ અન્વયે, ડાંગ જિલ્લામાં આગામી તારીખ ૦૩ જાન્યુઆરી ૨૦૨૬ સુધી અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે કોઈ પણ સભા કરવી કે બોલાવવી, સરઘસ કાઢવુ કે દેખાવ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ હુકમ ફરજ પરના સરકારી નોકરી અથવા રોજગારમા હોય તેવી વ્યક્તિઓ, કોઇ લગ્નનો વરઘોડો, સ્મશાન યાત્રા, મંદિર, મસ્જિદ અથવા દેવળમા પ્રાર્થના કરવા જતા બોનોફાઇડ વ્યકતિઓ, એસ.ટી.બસમાં, રેલ્વેમાં મુસાફરી કરવા માંગતા વ્યક્તિઓ અને કલેક્ટર કચેરી દ્વારા ખાસ કિસ્સામા જેમને પરવાનગી આપવામા આવી હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહી. 

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા–૨૦૨૩ની કલમ–૨૨૩ અનુસાર સજાને પાત્ર થશે. આ માટે ડાંગ જિલ્લામા ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને, આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામા આવ્યા છે.

Related posts

Leave a Comment