કિસાન સૂર્યોદય યોજના (KSY) હેઠળ દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળના સાત જિલ્લાઓના ૨.૫૪ લાખ ખેડુતોને દિવસે વીજળી મળી રહી છે

હિન્દ ન્યુઝ, સુરત

   રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુદૃઢ સુશાસન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતલક્ષી યોજનાઓ તમામ ખેડૂતો સુધી સફળતાપૂર્વક પહોંચાડી રહી છે, અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, કિસાન સૂર્યોદય યોજના (KSY), જેના થકી આજે દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળ સુરત, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, વલસાડ સહિતના સાત જિલ્લાઓના ૨.૫૪ લાખથી વધારે ખેતીવાડીના ગ્રાહકોને દિવસે વીજળી મળતી થઈ છે. તા.૪/૨/૨૦૨૪ થી DGVCLના તમામ ૮૦૭ ખેતીવાડી ફીડરોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી લઈને ખેડુતોને દિવસે વીજળી આપવામાં આવે છે. કિસાન સૂર્યોદય યોજના હેઠળ સૂર્યપ્રકાશના કલાકોનો મહત્તમ ઉપયોગ થાય તે રીતે ખેડૂતોને વીજળી આપવામાં આવે છે.

Related posts

Leave a Comment