હિન્દ ન્યુઝ, ઊંઝા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ઊંઝાના મક્તુપુર ખાતે મેનાબા રોટરી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો. નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવા પૂરી પાડવાના યજ્ઞમાં પોતાનું યોગદાન આપનાર સૌ દાતાઓને સન્માનિત કરાયા.
આજે દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર અને દરેક જિલ્લામાં કિમોથેરાપી સેન્ટર શરૂ થયા છે, જેના કારણે લોકોને ગંભીર રોગોની સારવાર માટે દૂર જવું પડતું નથી : મુખ્યમંત્રી
