હિન્દ ન્યુઝ, વડોદરા
વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ધ લેઝી પાંડા દ્વારા એક ખાસ રિલે રેસનું આયોજન થયું. જેનું નામ હતું,રિલે રેસ 1.0. આ કોઈ સામાન્ય દોડ ન હતી. આ દોડ હતી બાળકોના ભવિષ્યને તંદુરસ્ત બનાવવાનો એક નમ્ર પ્રયાસ.
આ રેસમાં 100થી વધુ નાનકડા-મોટા બાળકોએ ભાગ લીધો. દરેક બાળકની આંખોમાં ઉત્સાહ હતો, મનમાં ખુશી હતી અને દોડવા માટે પગો બેસીનહોતા રહ્યા,આયોજકોએ ત્રણ જુદી જુદી ઉંમરના જૂથ બનાવીને બાળકોને રેસમાં ભાગ લાવવા માટે આમંત્રણ આપ્યું. દોડની સાથે સાથે રમતગમત, ટીમવર્ક અને સાથે મળીને જ આગળ વધવાની ભાવના પણ બાળકોમાં લાવવામાં આવી.
આવી પ્રવૃત્તિઓથી બાળકોને ફક્ત રમત કે દોડનો આનંદ નથી મળતો પણ તે શીખે છે સહયોગ, સમર્પણ અને સ્વસ્થ રહેવાની સમજણ.માહોલ એવો હતો કે બાળક દોડે, પેરન્ટ્સ તરબતર આનંદ માણે, અને દરેક માણસના ચહેરા પર સ્મિત ખીલે.
આવો જોઈએ વિજેતાઓના નામ: 1. ઉંમર 11-16 વર્ષ ટીમ રોયલ પેન્થર્સ,ભાનુ સિંહ,યુગ પટેલ,વેદાંત પવાર,કુંદન સિંહ, 2.ઉંમર 7-10 વર્ષ,ટીમ ફ્લેશ,સોહી બિયાની,બરદીશ સિંહ,મનસ્વિની સેન,અદ્વિક ઉપાધ્યાય,3.ઉંમર 4-6 વર્ષ ટીમ ઝડપી અને ઉત્સુક, અથર્વ શાહ, દ્વિશા પટેલ, આરવ ગોસાણી, શિવાન શાહ.
આજના ટેક્નોલોજીના સમયમાં જ્યાં બાળકો સ્ક્રીનના પાંજરે પુરાઈ જાય છે, એવી સ્થિતિમાં આવી દોડ તેમને બહાર લાવે છે. કુદવા, દોડવા અને ખુશ રહેવા માટે.
ધ લેઝી પાંડા ટીમે આ સફળ કાર્યક્રમ માટે બધાં સહયોગીઓ, માતાપિતા અને બાળકોનો દિલથી આભાર માન્યો અને ભવિષ્યમાં પણ આવા આરોગ્યપ્રદ અને આનંદદાયક કાર્યક્રમો કરવાનું વચન આપ્યું.
