હિન્દ ન્યુઝ, નર્મદા
ગલગોટાની ખેતી દ્વારા મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યાં ખેડૂત રમીલાબેન તડવી
નર્મદાના ગરૂડેશ્વર તાલુકાના મહિલા ખેડૂત રમીલાબેન તડવીએ ઘર આંગણે જ ગલગોટાના રોપા વાવીને તેનું વેચાણ કરી રોજગારીની નવી તક ઊભી કરી.
ઘર આંગણે છૂટક તથા જથ્થાબંધ ભાવે ફૂલોનું વેચાણ તેમજ હાર બનાવી તેના વેચાણ થકી તેઓ ગામમાં સ્વદેશી અભિયાનનું સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “વોકલ ફોર લોકલ”ના સંકલ્પને સાકાર કરી રહ્યા છે: ગોપાલભાઈ તડવી (પતિ)
