ભાવનગરની નગરી મતદાન કરવામાં હંમેશા અગ્રેસર છે –સિનિયર સીટીઝન પ્રતાપભાઈ દવે

હિન્દ ન્યુઝ, ભાવનગર

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ભાવનગરમાં તા.૦૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ગુરુવારના દિવસે યોજાનાર છે. મતદાનની આ પ્રક્રિયા સવારે ૮:૦૦ કલાક થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી યોજાનાર છે ત્યારે સિનિયર સીટીઝન પ્રતાપભાઈ દવે કે જેઓ ભાવનગરના રહેવાસી છે. તે આ પ્રક્રિયામાં સર્વને જોડાવવાનું આહવાન કર્યું હતું.

મતદાનનો દરેક વોટ ખુબ જ અગત્યતા ધરાવે છે તે માટે જિલ્લા વહીવટી તંત્ર મતદાન જાગૃતિ તથા અવસર રથ જેવા અનેક કાર્યક્રમો કરી લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરી રહયું છે ત્યારે આ પ્રસંગે પ્રતાપભાઈ દવે ભાવેણાનાં લોકોને અપીલ કરે છે કે તેઓ પોતાના ગામ, ફળીયા અને શહેરમાં વસવાટ કરતા તેમના મિત્રો અને તેમના પાડોશીઓને મતદાન માટે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે અને વધુ મતદાન થાય તેવા પ્રયત્નો કરીએ.

મતદાન પ્રક્રિયા કોઈ વ્યક્તિ વંચિત ના રહી જાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અનેક પ્રયત્નો કરી રહી છે ત્યારે આ મતદાન પર્વમાં સર્વને “મારો મત, મારી જવાબદારી” ના પ્રણ અંતર્ગત પ્રતાપભાઈ દવે સર્વ ભાવેણાવાસીઓને ભાગ લેવા અને અચૂક વોટ કરવા વિનંતી કરી હતી.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment