કાર્તિકી પૂર્ણિમા મેળામાં ચોથા દિવસે 3 લાખ થી વધુ સેહલાણીઓએ ભાગ લીધો

હિન્દ ન્યુઝ, સોમનાથ

     કાર્તિક પૂર્ણિમા મેળો પોતાના સમાપન તરફ જઈ રહ્યો છે. ત્યારે મેળાના ચોથા દિવસે ત્રણ લાખથી વધારે લોકોએ મેળાની મુલાકાત લીધી હતી. 

મેળાના મુખ્ય આકર્ષણ સ્વરૂપે 200 થી વધુ જાતના ખાણીપીણીના વ્યંજન પીરસતી ફૂડ માર્કેટ, સરકારના ઇન્ડેક્સ-સી વિભાગના હસ્તકલા અને લલિત કલાની પ્રદર્શની અને માર્કેટ, જેલના કેદીઓ દ્વારા બનાવવામાં આવેલ સ્વાદિષ્ટ ભજીયા, નાના બાળકો માટેની 50થી વધુ રાઈડ્સ, અને સૌથી મોટો આકર્ષણનું કેન્દ્ર એવો સોમનાથ ટ્રસ્ટ આયોજિત સાંસ્કૃતિક લોક ડાયરો લોકો માટે અવિરત મનોરંજન નું સાધન બન્યા હતા.

શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિક પૂર્ણિમા મહાત્મા મહોત્સવના ચોથા દિવસે સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા સૌરાષ્ટ્ર અને સોમનાથનો ખમીરવંતો ઇતિહાસ હમીરજી ગોહિલની સોમનાથની રક્ષા માટે પોતાના પ્રાણીની આહુતિ આપવાના પ્રસંગનું શબ્દચિત્ર દ્વારા તાદશ્ય સર્જન કર્યું હતું.

આમ સૌરાષ્ટ્ર ભરમાંથી સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં આવનાર મુલાકાતિઓ માટે વિવિધ રુચિકર મનોરંજન વિકલ્પોને કારણે કાર્તિકી પૂર્ણિમા મેળો 2024 અત્યાર સુધીના સૌથી સફળ મેળો બનીને સામે આવ્યો છે.

Related posts

Leave a Comment