કાટેડીયા થી સુરાણા ડામર રોડનું ખાતમુર્હુત કાંકરેજ ધારાસભ્ય નાં હસ્તે કરવામાં આવ્યું

કાંકરેજ,

બનાસકાંઠા કાંકરેજ તાલુકાનાં કાંટેડીયા ગામથી સુરણા સુધી ડામર રોડનું કામ ચાર કિલોમીટર સુધી નું 86 લાખ ના ખર્ચે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય કિર્તિસિંહ વાધેલા નાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં pwd વિભાગના અધિકારી હાજર રહ્યાં હતાં. ગામનાં આગેવાનોની હાજરી રહી હતી.

જેમાં કાંટેડીયા ગામનાં સરપંચ તથા ઠાકોર વેનાજી દોલાજી તથા ભાવેશભાઈ, ભગુભાઈ, જામભાઈ, શાસ્ત્રી મૂળશંકર (ભીખાલાલ) કાટેડીયા શિવ મંદિર પૂજારી જામપુરી બાપુ, દેસાઈ વાશીભાઈ તથા મોટી સંખ્યા માં ગામજનો હાજર રહ્યાં હતાં.

રિપોર્ટર : કનુજી ઠાકોર, ‌કાંકરેજ

Related posts

Leave a Comment