નેત્રંગ
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનના પ્રારંભની સાથે જ મેઘરાજા મન મુકીને વરસતા ચારેય દરફ જળબંબાકારની સ્થિતિ ઉદભવી હતી, છેલ્લા ૧૦ વષૅમાં સૌથી વધુ ૬૫ ઇંચ જેટલો વરસાદ નેત્રંગ તાલુકામાં પડ્યો છે, ભારે વરસાદના પ્રતાપે નેત્રંગ તાલુકામાં રોડ-રસ્તાનું ભારે ધોવાણ થયાના અહેવાલ મળી રહ્યા છે, જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકા મથકના જીનબજાર વિસ્તારથી મારૂતીધામ અને કેલ્વીકુવા ગામને જોડતા રસ્તાનું ભારે ધોવાણ થયું છે, એક-એક ફુટ ઉંડા ખાડા પડી ગયા છે, વાહનચાલકો અને રાહદારીઓ જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા છે, તેવા સંજોગોમાં રોડ-રસ્તાના નિમૉણની કામગીરીમાં ભારે ગોબાચારી થયાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. અને જવાબદાર લોકો ઉપર કાયૅવાહીની લોકમાંગ ઉઠી છે. બીજી તરફ એક-એક ફુટ ઉંડા ખાડાનું તાત્કાલિક ધોરણે પુરાણ-સમારકામ થાય તેવી જરૂરિયાત જણાઇ રહી છે.
રિપોર્ટર : સતિશ દેસમુખ, નેત્રંગ