અંબાજી નજીક સુરપગલા નદીમાં નાહવા પડેલા આબુરોડ ના એક યુવકનુ મોત…

અંબાજી, હિન્દ ન્યુઝ

અંબાજી ૧૨ સપ્ટેમ્બર-અંબાજી નજીક નદીમાં ન્હાવા પડેલા આબુરોડ ના એકયુવક નુ મોત નિપજ્યુ છે . અંબાજી પાસે સુરપગલા વિસ્તાર માં આવેલી નદી મા આબુ રોડ ના બે યુવકો ન્હાવા પડ્યા હતા. જ્યા ઉંડા પાણી નું અંદાજો ન રહેતા એક યુવક નુ નદી માં ડુબી જવાથી મોત નિપજ્યુ હતુ. જ્યારે બીજો મિત્ર ડરીને ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના અંબાજી થી આબુરોડ માર્ગ પર સુરપગલા વિસ્તાર ની છે. આબુરોડ ના હિના કોલોની મા રહેતા તન્મય મોહનભાઈ ગૌતમ પોતાના મિત્ર સાથે ન્હાવા આવેલ,

જ્યા પોતે જાન ગુમાવી છે. નદી મા થી યુવક ને બેહોશ હાલત માં બહાર કાઢવામાં આવ્યો. યુવક ને સરકારી હોસ્પિટલ ખસેડતા ડોકટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો. આ ઘટના ના પગલે છાપરી ચોકપોસ્ટ ના રામ અવતાર મીણા તેમજ હેડ કોન્સ્ટેબલ દેવારામ મીણા અને તેમની ટીમ સુરપગલા નદી પર પહોંચી વધુ તપાસ હાથ ઘરી છે.

રિપોર્ટર : બિપિન સોલંકી, અંબાજી

Related posts

Leave a Comment