તા.૧૯મી નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે જિલ્લા વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને મળી

હિન્દ ન્યુઝ, સુરત

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક જિલ્લા વિકાસ અધિકારીશ્રીમતી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં મળી હતી.

              તા.૧૯મી નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે જિલ્લામાં વ્યકિતગત તથા સામુદાયિક શૌચાલયોની ઉપયોગીતા માટે શ્રેષ્ઠ કામગીરી કરનારી ગ્રામ પંચાયતોના સરપંચોને હજીરાના સરપંચ મધુબેન રાઠોડ, વાસવાના સરપંચ કૈલાસબેન રાઠોડ, બરબોધનના સરપંચ દિશાંત પટેલ તથા સેવણીના અશોકભાઈ રાઠોડનું જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન તથા વ્યકિતગત શૌચાલયના મજુરીપત્રો લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા.  

             બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આપણુ શૌચાલય આપણું સન્માનની થીમ પર આગામી તા.૧૯ નવેમ્બર થી તા.૧૦ ડિસેમ્બર દરમિયાન જે તે ગામોના બંધ હાલતમાં હોય તેવા વ્યકિતગત તથા સામુહિક શૌચાલયોની ઓળખ કરીને ફરી શરૂ થાય, કોઈ શૌચાલયોમાં પાણીની જરૂરીયાત હોય, વીજ કનેકશન, સફાઈ જેવી વ્યવસ્થાઓ કરી પુનઃકાર્યરત થાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં શૌચાલય નિર્માણ માટે બાકી રહેલા લાભાર્થીઓની ઓળખ કરીને શિબિરનું આયોજન હાથ ધરવામાં આવશે. બીજા તબક્કામાં તા.૨૦ થી ૫મી ડિસેમ્બર દરમિયાન હયાત શૌચાલયોમાં આધુનિક બનાવવા, લિકેજને વ્યવસ્થિત કરવા, શૌચાલયોમાં રંગરોગાન, ઈકો-ફ્રેન્ડલી સફાઈ પધ્ધતિઓનો ઉપયોગ કરીને સી.એસ.સી. અને સંસ્થાકીય શૌચાલયો માટે સફાઈ ડ્રાઈવ સહિત શૌચાલયોને વધુ ઉપયોગી બનાવવા માટેની જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે.

          જલ જીવન મિશન અંતર્ગત ગ્રામીણ પાણી પુરવઠા યોજનાનું સંચાલન માટેની કામગીરી એસ.એચ.જી.ગ્રુપને સોપવા અંગે કરીને અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત નલ જલ મિત્રની મજુરી આપવા અને ડિપોઝીટ વર્ક તરીકે ગ્રામ્યકક્ષાએ મંજુર થયેલી પાણીની યોજનાઓને સૈધ્ધાતિંક મજુરી આપવા ચર્ચા કરવામાં આવી હતી.   

             બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વાસ્મો, આઈ.સી.ડી.એસ, પાણી પુરવઠા, આરોગ્ય, માહિતી, શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment