રાજકોટ- મોરબીમાં ફાકી, બીડી અને તમાકુ ન મળતા તેમજ માનસિક બીમારીથી કંટાળીને કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો…..

રાજકોટ,

તા. ૯/૫/૨૦૨૦ના રોજ ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને લોકડાઉન પણ ત્રીજા તબકામા ચાલી રહ્યું છે. જ્યારે ગુજરાત સરકારે ફાકી, બીડી તેમજ તમાકુ જેવી વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે પાન, ફાકી, બીડી, અને તમાકુના બંધાણીઓની હાલત કફોડી બની છે. જ્યારે મોરબીમાં પન્સા રોડ પર રહેતા ૩૬ વર્ષીય યુવાનને ફાકી, બીડી અને તમાકુ ન મળતા તેમજ માનસિક બીમારીથી કંટાળીને કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અને તે હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલના બન્સ વોર્ડમાં તેમને સારવાર કરવામાં આવી રહી છે.

રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment