રાજકોટ જિલ્લામાં ખાસ કોરોના યોદ્ધાઓની નિમણૂક કરવામાં આવશે..

 

રાજકોટ,

તા. ૯/૫/૨૦૨૦ જ્યારે રાજકોટ જિલ્લામાં ખાસ કોરોના વાયરસ ન ફેલાય તે માટે રાજકોટમાં કોરોના યોદ્ધાઓની નિમણૂક કરવામાં આવશે. અને જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં તલાટી અને સરપંચોની નિમણૂક કરવામાં આવશે. .જ્યારે બહારના જિલ્લાઓમાંથી આવતા લોકો કોરોના વાયરસ ન ફેલાવે તે માટે દરેક ગામોમાં 25 જેટલા વોલેન્ટયર યુવાનોને પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે તે યુવાનો ગામના મુખ્ય રસ્તાઓ એટલે કે જ્યાં ગામમાં પ્રવેશ લઇ શકાય ત્યાં હાજર રહેશે. જ્યારે ગામમાં કોની એન્ટ્રી થાય છે તે તમામ બાબત અંગે તપાસ કરવામાં આવશે. જ્યારે તેમનું મુખ્ય કામ એ છે કે ગામનાં 25 ઘર વચ્ચે એક વોલેન્ટર ઘરે-ઘરે જઈને બહારના કોઈ વ્યક્તિ આવ્યા છે કે નહીં આ ઉપરાંત કોઈ વ્યક્તિને કોરોના લક્ષણો દેખાય તો તરત જ હેલ્થ ટીમને જાણ કરવી જેથી કરીને તેમને હેલ્થ ચેકઅપ કરી શકાય.

રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment