રાજકોટ,
તા. ૯/૫/૨૦૨૦જ્યારે ગુજરાતમાં કોરોના વાયરસને ધ્યાનમાં લઈ ને અને લોકડાઉન ના કારણે રાજ્ય સરકાર દ્વારા કારખાનાઓ, દુકાનો તેમજ તમામ પ્રકારના બાંધકામો બંધ કરવામાં આવ્યા હતા. જ્યારે રાજકોટમાં 10 જેટલા ઓવરબ્રિજ મંજૂર થયા છે. અને લોકડાઉન ના કારણે વાહનોની અવરજવર ઓછી હોવાથી બ્રિજોનું કામકાજ સહેલાઇથી થઈ શકે તે માટે ટૂંક સમયમાં જ બ્રિજોનું બાંધકામ શરૂ કરવામાં આવશે. જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોક ઓવરબ્રિજના કામને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. જ્યારે જામટાવરથી હોસ્પિટલ ચોક સુધી રસ્તો બંધ કરવામાં આવશે. જ્યારે જામનગર જતા વાહનો કુવાડવા રોડ તરફથી જામનગર જશે.
રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ